EDII અમદાવાદને ARIIA-2021 હેઠળ જનરલ કેટેગરીમાં પ્રથમ ક્રમ અપાયો
· ઇડીઆઇઆઇ ARIIA– 2021માં તમામ સાત કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા
· ભારત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી ડો. સુભાષ સરકારે આજે રેન્કિંગના પરિણામો જાહેર કર્યાં
અમદાવાદ, ઇડીઆઇઆઇને અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ ઓન ઇનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) – 2021 હેઠળજનરલ (નોન-ટેક્નિકલ) કેટેગરીમાંપ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ભારત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી ડો. સુભાષ સરકાર દ્વારા આજે રેન્કિંગના પરિણામો જાહેર કરાયા હતાં.
ARIIA હેઠળ સંસ્થાઓને વૈશ્વિક સ્તરે સ્વિકાર્ય સૂચકાંકો સંબંધિત ઇનોવેશન ઉપર ક્રમાંકિત કરવામાં આવે છે. આ સૂચકાંકોમાં સફળ ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ્સ અને ફંડિંગ ઇનોવેશન તેમજ સ્ટાર્ટ-અપ્સ, ઇન્ટલેક્યુઅલ પ્રોપર્ટી, ટેક્નોલોજી ટ્રાન્સફર અને કમર્શિયલાઇઝેશન, ઇનોવેશનને પ્રમોટ અને સહયોગ કરવા ખર્ચ કરાયેલા વાર્ષિક બજેટ અને ઉદ્યોગ સાહસિકતાની પ્રવૃત્તિઓ, આઇપીઆર પ્રવૃત્તિઓ, પ્રી ઇન્ક્યુબેશન અને ઇન્ક્યુબેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન ઉપરના અભ્યાસક્રમ, આઇપીઆર અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ સામેલ છે.
જનરલ (નોન-ટેક્નિકલ) કેટેગરીમાં ઇડીઆઇઆઇને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ઇડીઆઇઆઇ ગુજરાતમાંથી એકમાત્ર સંસ્થા છે કે જેણે તમામ સાત કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેશભરમાંથી કુલ 1430 સંસ્થાઓ / યુનિવર્સિટીઝે આ રેન્કિંગમાં વિવિધ સાત કેટેગરીમાં ભાગ લીધો હતો.
ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “આ વાસ્તવમાં અમારા માટે ગૌરવની વાત છે. ઇડીઆઇઆઇ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સના આશાસ્પદ ડોમેનમાં કામ કરી રહ્યું છે. આ સ્વિકાર્યતાથી અમને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે તે કેવી રીતે ઉદ્યોગ સાહસિકતા પ્રધાન્ય મેળવી રહ્યું છે તેને સૂચવે છે.
ઇડીઆઇઆઇના પૂર્વ વિદ્યાર્થીઓ ઉદાહરણ છે કે કેવી રીતે ઉદ્યોગ સાહસિકતાનો અભ્યાસ કરી શકાય તથા તે કારકિર્દી તરીકે સફળતાપૂર્વક અપનાવી શકાય છે. ઇડીઆઇઆઇ ખાતે ટેક્નોલોજી બિઝનેસ સેન્ટર (ક્રેડલ) સફળ સ્ટાર્ટ-અપ્સને ઇન્ક્યુબેટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હું કહીશ કે અમે ખૂબજ પ્રોત્સાહિત છીએ અને વધુ ઉપલબ્ધિ હાંસલ કરવાની આશા રાખીએ છીએ.”
ઇડીઆઇઆઇ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ આંત્રપ્રિન્યોરશીપ એજ્યુકેશનના પ્રોફેસર અને ડાયરેક્ટર ડો. સત્યા રંજન આચાર્ય સંસ્થાની ઇનોવેશન કાઉન્સિલ, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય સાથે મળીને ઉદ્યોગ સાહસિકતા શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે.