ન્યૂજર્સીના એડિસન મ્યુનિસિપલ કોર્ટમાં કચ્છની પુત્રવધુ મહિલા જજ બની

મૂળ માંડવી તાલુકાના શેરડી ગામના અને 50 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા દેવજી ખીમજી નાગજી દેઢિયાના પુત્રવધુ દીપ્તિબેન સચિન દેઢિયા તાજેતરમાં ન્યૂજર્સી ખાતે એડિસન મ્યુનિસિપલ કોર્ટના જજ બન્યા છે. Edison appoints the first South Asian woman Dipti Sachin Dedhiya from Mandvi as a municipal court judge in New Jersey
નિયુક્તિ બાદ પ્રતિભાવ આપતાં લંડનમાં જ જન્મેલા દીપ્તિ દેઢિયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ સમાજ આવી રીતે જ મહિલાઓને પ્રોત્સાહિત કરતો રહશે તેવી આશા છે.
એડિશન શહેરની ટાઉનશીપ કાઉન્સિલે તેમની નિયુક્તિને મંજૂરી આપી હતી. આ શહેરના મેયર સેમ જોશી પણ પહેલાં ભારતીય મેયર બન્યા છે. શેરડી ગામના દેવજી ખીમજી નાગજી પરિવાર છેલ્લા 50 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગૃહઉદ્યોગ રિટેઇલર્સનો વ્યવસાય કરી રહ્યા છે.
શેરડીમાં તેમના મકાનની દેખરેખ તેમના ભત્રીજી ધનબાઇ પ્રવીણભાઇ છેડા કરી રહ્યાં છે. ગામમાં ગૌસેવા, શ્વાનોને રોટલા, પક્ષીને ચણ, ચબૂતરા, પશુઓ માટે પાણીના અવાડા બનાવવા જેવા જીવદયાના કાર્યો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાનો બનાવવામાં પણ તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
તેમના માતા ન્યૂજર્સીના એડિસન શહેરમાં રિટેઇલ વ્યવસાય શરૂ કરનારા પ્રથમ મહિલા હતા. આ ઉપરાંત દીપ્તિબેનના નાના-નાની ગુજરાતના માંગરોળના વતની છે.