Western Times News

Gujarati News

ભારતમાં ઓછી આવક ધરાવતા સમુદાયોના બાળકોને પાયાના શિક્ષણમાં મદદ કરવા માટે એડટેક-ફોકસ્ડ એક્સેલરેટરનો પ્રારંભ

File Photo

·            તાજેતરમાં પ્રારંભ કરાયેલું એડટેક-ફોકસ્ડ એક્સેલરેટર ઓછી આવક ધરાવતા સમુદાયોના બાળકોને ઘરે બેસીને શિક્ષણની સુવિધા સુલભ બનાવવામાં અને પાયાના શિક્ષણમાં સુધારો કરવામાં મદદ કરશે

·            બીન-નફાકારક અને ખાનગી સંસ્થાઓ તરફથી અરજી સ્વીકારવાનો પ્રારંભ

·            આ પહેલનો પ્રારંભ બીન-નફાકારક અને પરોપકારી સંસ્થાઓ રિલાયન્સ ફાઉન્ડેશન, યુ.બી.એસ. ઓપ્ટીમસ ફાઉન્ડેશન, બ્રિટીશ એશિયન ટ્રસ્ટ, યુ.એસ.એ.આઇ.ડી. અને સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનના કોન્સોર્ટીયમ દ્વારા કરાયો છે

·            એડટેક ક્ષેત્રના પાયાના શિક્ષણમાં આવતા કેટલીક જટીલ સમસ્યાઓના સમાધાન માટે બે વર્ષ માટે રૂ. 20 કરોડ (2.5 મિલિયન અમેરીકન ડોલર)નું રોકાણ

નવી દિલ્હી/મુંબઈ, અગ્રણી બીન-નફાકારક અને પરોપકારી સંસ્થાઓના કોન્સોર્ટીયમ એડટેક એક્સેલરેટરનો પ્રારંભ બાળકોને ઘરે બેઠા પાયાના શિક્ષણ માટે મદદ કરવા માટે કરવામાં આવ્યો છે. આ કોન્સોર્ટીયમને સ્થાપક ભાગીદારો રિલાયન્સ ફાઉન્ડેશન અને “EdTech-focused Accelerator launched to support foundational learning for children from low-income communities in India”.

યુ.બી.એસ. ઓપ્ટીમસ ફાઉન્ડેશનની નિપૂણતા અને સહાયની સાથે સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન દ્વારા અમલીકરણનો, બ્રિટીશ એશિયન ટ્રસ્ટનો ફંડ મેનેજર અને યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (એ.એસ.એ.આઇ.ડી.) માધ્યમથી યુ.એસ. ગવર્નમેન્ટનો ડિઝાઇન અને મનેજમેન્ટમાં  ટેકનિકલ સહાયના સ્વરૂપમાં લાભ મળશે.

યુનિવર્સલ ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી (એફ.એલ.એન.) કૌશલ્યો હાંસલ કરવા માટે કોવિડ-19 રોગચાળાના કારણે શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરે રહીને ઉપયોગ કરી શકાય તેવા એડટેક સોલ્યુશન્સ આ નુકસાન ભરપાઈ કરવાની ઘણી ક્ષમતા ધરાવે છે.

એક્સેલરેટર નોન-પ્રોફિટ અને ખાનગી સંસ્થાઓના આઠ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એડટેક સોલ્યુશન્સને ફંડ પુરૂં પાડશે જે નવિનતમ વિચારોના સર્જન, પ્રાયોગિક ચકાચણી, માપન અને પરીક્ષણનો ઉદ્દેશ ધરાવતા હોય. અસરકેન્દ્રી ગ્રાન્ટ ફંડિંગ અને મેન્ટરીંગ સહાય પહેલા વર્ષમાં ઉપલબ્ધ હશે અને આ કાર્ય માટેની ગ્રાન્ટ બીજા વર્ષમાં વધારવામાં આવશે, જેનાથી 2025 સુધીમાં 2.5 મિલિયન બાળકો સુધી પહોંચી શકાય. એડટેક એક્સેલરેટર માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ થઈ ગયું છે.

એક્સેલરેટર ભારતમાં તમામ બાળકોમાં એફ.એલ.એન. લક્ષ્યાંકો સિધ્ધ કરવાના ભારત સરકારના નિપૂણ ભારત મિશન સાથેના સહયોગ ‘Back-to-School Outcomes Fund’નો આંતરીક ભાગ છે.

આ કાર્યક્રમ એવા એડટેક સોલ્યુશન્સને ટેકો આપવા માટે છે જે ઓછી આવક ધરાવતા તબકાને પોષાય તેવી કિંમતે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સોલ્યુશન્સ પૂરા પાડવા માંગે છે. તે સંસ્થાઓને પડકારોના ઉકેલ માટે નવું કરવા માટે અને શિક્ષણના તારણો, સિમાચિહ્નો અને અસરકારક ખર્ચના પૂરાવા તૈયાર કરવા અને તેનાથી મોટાપાયે ગુણવત્તાયુક્ત શિક્ષણની ઉપલબ્ધિને સુલભ બનાવા માટે શિક્ષણની ઇકોસિસ્ટમને સહાયરૂપ બનશે.

સંસ્થાઓને  www.edtechaccelerator.org પર અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. એડટેક એક્સલરેટર જાન્યુઆરી 8, 2023 સુધી અરજીઓ સ્વીકારશે.

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. અને એમ.ડી. શ્વેતા શર્મા-કુકરેજાએ જણાવ્યું હતું કે, ભારતમાં આવેલા લગભગ 9,000 કરતાં વધારે એડટેક સંસ્થાઓમાંથી માત્ર એક જ ટકો પાયાના શિક્ષણ પર ભાર મૂકે છે અને તેમાંથી પણ ઘણાં ઓછાએ ઓછી-આવક ધરાવતા તબકા માટે પ્રોડક્ટ બનાવી છે. નીપૂણ મહત્વાકાંક્ષી પ્રોગ્રામ છે અને આપણાં બાળકોને મદદ કરવામાં ઘરે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમસ્યાઓના સમાધાન માટે ભારતમાં એડટેક સોલ્યુશન્સમાં ઘણો વધારો થયો છે. પડકાર એડટેક સોલ્યુશન્સને દરેક ઘરમાં લોકશાહીપૂર્ણ બનાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.