મોક્ષ ઓવરસીઝ એજ્યુકોનનો રૂ. 10.42 કરોડનો પબ્લિક ઈશ્યૂ 21 ડિસેમ્બરે ખૂલશે
કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 6.80 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ. 153ના ભાવે ઈશ્યૂ કરશે, એનએસઈના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના
મુંબઈ, એજ્યુ-મેડિ ટેક કંપની મોક્ષ ઓવરસીઝ એજ્યુકેશન લિમિટેડ (મોક્ષ)નો રૂ. 10.42 કરોડનો પબ્લિક ઈશ્યૂ 21 ડિસેમ્બરે સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્લો મૂકાશે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. Edu-Medi Tech Company, Moxsh Overseas Educon Ltd’s Rs. 10.42 crore public opens for subscription on December 21
પબ્લિક ઈશ્યૂમાંથી મળનારી રકમનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા, વિઝિબિલીટી તથા બ્રાન્ડ અવેરનેસ વધારવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ઉપયોગ થશે. ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર છે. 23 ડિસેમ્બરે પબ્લિક ઈશ્યૂ બંધ થશે.
આઈપીઓમાં રૂ. 10ના દરેક એવા 6,80,800 નવા ઈક્વિટી શેર ઈશ્યૂ કરશે જેની કિંમત શેરદીઠ રૂ. 153 (ઈક્વિટી શેરદીઠ રૂ. 143ના પ્રિમિયમ સહિત) રહશે. આ ઈશ્યૂનું કુલ મૂલ્ય રૂ. 10.42 કરોડ હશે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ 800 શેરની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.22 લાખ થાય છે.
આઈપીઓ માટે રિટેલ ક્વોટા 3,23,200 ઈક્વિટી શેરનો છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 10.1 કરોડની કુલ આવકો, રૂ. 1.85 લાખની એબિટા તથા રૂ. 1.11 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીના શેર એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
આ અંગે મોક્ષ ઓવરસીઝ એજ્યુકોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધનંજય શાહે જણાવ્યું હતું કે અમે કંપનીની વૃદ્ધિ યોજનાઓને ફંડ પૂરું પાડવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા, વિઝિબિલીટી અને બ્રાન્ડ અવેરનેસ વધારવા માટે ઈશ્યૂની રકમનો ઉપયોગ કરીશું. અમને વિશ્વાસ છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ બાદ અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો એ પ્રકારે અમલ કરીશું કે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.
સતત નવું કરતા રહેવું અને વેપાર મૂલ્યોનું સર્જન કરવું એ અમારી તાકાત છે અને આ તાકાતના જોરે અમે ભારતમાં ટેક્નોલોજી આધારિત હેલ્થકેરની ઈકો સિસ્ટમ ઊભી કરવા માંગીએ છીએ જેથી દૂર ગામડાંમાં રહેતો દર્દી પણ હૂંફ સાથે કિફાયતી સેવાનો લાભ મેળવી શકે. અમારો લક્ષ્યાંક સામાજિક દ્રષ્ટિકોણથી ભારતનું સૌથી મોટું ડિજિટલી કનેક્ટેડ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે.
મે, 2018માં સ્થપાયેલી મોક્ષ એ એજ્યુ-મેડિ ટેક કંપની છે જે મોક્ષ બ્રાન્ડ હેઠળ ભારત અને વિદેશમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વૈવિધ્યપૂર્ણ લર્નિંગ સોલ્યુશન્સ, કાઉન્સેલિંગ અને મોબિલીટી સર્વિસીઝ ઓફર કરે છે.