મદરેસાઓમાં ૨૦૦૪ના કાયદા હેઠળ શિક્ષણ ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ
યુપીની ૧૬૦૦૦ મદરેસાના ૧૭ લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત
(એજન્સી)અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ મદરેસા એક્ટને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપીની ૧૬૦૦૦ મદરેસાના ૧૭ લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોર્ટના આદેશ અનુસાર, હાલમાં મદરેસાઓમાં ૨૦૦૪ના કાયદા હેઠળ શિક્ષણ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મુક્યો છે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય નથી. આ ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન છે એમ કહેવું યોગ્ય નથી. યુપી સરકારે હાઈકોર્ટમાં આ એક્ટનો બચાવ કર્યો હતો.
હાઈકોર્ટે ૨૦૦૪ના કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકાર અને અન્યને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટમાં મદરેસા એક્ટ ૨૦૨૪ કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારે કહ્યું કે આ મદરેસાઓ સરકાર તરફથી જ મળતી સહાયથી ચાલે છે. તેથી ગરીબ પરિવારના બાળકોના હિતમાં કોર્ટે આ અરજીને ફગાવી દેવી જોઈએ.
એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ધાર્મિક વિષયો અન્ય અભ્યાસક્રમની સાથે છે, ના તેઓ ખોટી માહિતી આપી રહ્યા છે. જેમાં સામાન્ય વિષયોને વૈકલ્પિક કરવામાં આવ્યા છે.ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન એકસાથે ભણવાનો વિકલ્પ નથી. ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તે વાત હાઈકોર્ટ સમક્ષ છૂપાવવામા આવી હતી.