Western Times News

Gujarati News

IIT ગાંધીનગરે શૈક્ષણિક, સંશોધન સહયોગ માટે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા-ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લીધી

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી શ્રી જેસર ક્લેર બે દિવસની શિક્ષણ વિષયક બેઠક સંદર્ભે તા.૦૬ નવેમ્બર-૨૦૨૩ના રોજ બપોરે ૦૪-૧૫ કલાકે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન શ્રી ક્લેર રાજ્યમાં શિક્ષણ અંગે ચાલતી નવીન પ્રક્રિયા, પ્રક્લ્પો અને પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યુ હતું.  ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળના “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની વિશિષ્ટ કામગીરીને જાણી પોતાના વિસ્તારમાં અમલી બનાવવા વિવિધ દેશોના/ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓએ મુલાકાત લીધી છે.

વધુમાં વિશ્વબેંકના પ્રમુખ શ્રી અજય બાંગા, અમેરીકાના ફાઇનાન્સ મિનીસ્ટરશ્રીએ પણ મુલાકાત લીધી છે જે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની ગૌરવપૂર્ણ બાબત છે. Campuses of Australian University in India is just a beginning. As we embark on a new era of global education in India, we remain committed towards a more brighter and enlightened tomorrow for our #AmritPeedhi as well as towards a future where the boundaries of quality education knows no limits, told Dharmendra Pradhan during his visit to Gandhinagar Gujarat. 

“IIT ગાંધીનગર હંમેશા સામૂહિક વિકાસ માટે વૈશ્વિક સહકારના વિચારમાં વિશ્વાસ રાખે છે જે સ્થાનિક અને વૈશ્વિક ક્ષેત્રે આધુનિક અને સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનના માર્ગો તરફ દોરી જાય છે. અમે આ પ્રદેશમાં જ્ઞાન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે પરસ્પર લાભદાયી અને અર્થપૂર્ણ મોડલ વિકસાવવા માટેના અમારા સંયુક્ત પ્રયાસોને સ્કેલ કરવા ડેકિન યુનિવર્સિટી સાથેના આ સહયોગ માટે ઉત્સાહિત છીએ. મને ખાતરી છે કે આ ભાગીદારી અમારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફને તેમની કારકિર્દી અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝરમાં ઘણો ફાયદો કરશે,” IITGN ના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.