ખાદ્યનો બગાડ ન કરી નાણાં બચાવવા માટે પ્રયત્ન કરવો જાેઈએ
દરેક વખતે ભોજન સમયે આપણે ધરાઈ ગયા પછી પણ એકાદબે ચમચી સૂપ વધે છે અથવા મુઠ્ઠીભર ખાવાનું બચી જાય છે. આ લેફટઓવર્સ (બચેલું ખાવાનું) અત્યંત ઓછું દેખાઈ શકે છે અને તે ફેંકતા આપણને કોઈ દુઃખ થતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે થોડું થોડું અનાજ બચે છે એ દર વર્ષે ર.પ અબજ ટન થઈ જાય છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને સમાજને અસર કરતી આ વ્યાપક સમસ્યા છે.ખાદ્યનો આ રીતે બગાડ તો થાય જ છે, પરંતુ પાણીથી લઈને જમીન અને શ્રમ સુધી તેના ઉત્પાદનમાં કામે લાગેલા બધા સંસાધનોનો પણ બગાડ થાય છે. દુનિયાનું લગભગ એક તૃતીયાંશ ખાવાનું બગડે છે. આ સમસ્યાને પહોંચી વળવા અને સમાધાન શોધવામાં આવી રહ્યા છે. સોની બીબીસી અર્થ દ્વારા કયુલિનરી દિગ્ગજ અને લેફટઓવર કવીન પ્રુ લીથ સાથે કૂક કલેવર વેસ્ટ લોસ નામે પ્રયત્ન કર્યા છે.
યુનાઈટેડ કિંગડમમાં દરેક છ શોપિંગ બેગમાંથી આશરે એક ટેકસ માટે થઈ જાય છે. જેને લઈ આ દેશને વાર્ષિક ૧૪ અબજ પાઉન્ડનો ખર્ચ થાય છે. આમ, બગાડ ઓછો કરવાથી પૃથ્વીનું રક્ષણ કરવા સાથે નાણાં બચાવવામાં પણ આપણને મદદ થશે. નિષ્ણાતો પ્રુ લીથ અને રૂપી ઓજલા ચાર પરિવારોને હોશિયારીથી રાંધો અને બગાડ ઓછો કરવામાં મદદરૂપ થવાના અને સારપ માટે આપણે જે રીતે ખાવાનું ખાઈએ તેમાં ક્રાંતિ લાવવાના મિશન પર છે.
તેઓ બિસ્ટોલમાં સૌપ્રથમ પાર્શેલ્સ પરિવારને મળ્યા ચાર જણના પરિવાર માટે રાંધવું તે સારા સમયમાં પણ તાણયુક્ત બની શકે છે, એમ તેઓ કહે છે. જાેકે ઘણીબધી ખાદ્યની એલર્જીઓ આપત્તિ માટે ડાયટ અને રેસિપીને પહોંચી વળે ત્યારે તે વધુ મુશ્કેલ બની શકે છે. રોજના ધોરણે આ અત્યંત તાણયુક્ત અને સમય માગી લેનારું કામ છે પ્રુ અને રૂપી નાણાં બચાવવા અને તેનો વેડફાટ ઓછો કરવા પરિવાર માટે નિયોજન લાવે છે. તેઓ જથ્થામાં બેચ અનુસાર વાનગી બનાવવાની અને તેમને સપ્તાહમાં વિવિધ રીતે ઉપયોગ કરવાની તે જ લેફટઓવર્સની કદર કરવાનું શીખવાની ભલામણ કરે છે. પરિવાર નિશ્ચિત જ આ હોંશિયારીપૂર્વકના ભોજનના નિયોજનથી લાભમાં છે અને પર્યાવરણની સંભાળ લેવામાં અને બગાડ ઓછો કરવામાં પણ યોગદાન આપી રહ્યા છે.
જે ખરેખર સારી વાત અને મિજબાની છે. આ જ રીતે તેઓ એક સિંગલમાતાને મળે છે જે શાકાહારી છે અને વેગન બનવા પ્રયાસ કરે છે તે પોતાની પુત્રીઓ માટે સ્વસ્થ ભોજન બનાવવા માગે છે, પરંતુ મોટાભાગે પુત્રીઓ બહારનું ખાવાનું પસંદ કરે છે. આ માતાને ખ્યાલ આવ્યો કે તે પુત્રીઓ માટે ભોજન નહીં બનાવી શકતી હોવાથી તેઓ વારંવાર બહાર ખાવાનું પસંદ કરે છે, જેને લીધે ભરપુર નાણાં ખર્ચાય છે. નિષ્ણાતોએ તેમને જથ્થામાં મુખ્ય વાનગીઓ બનાવી રાખવા અને હાલમાં તે ખર્ચ કરે છે તેનાથી ઓછો ખર્ચ કરવાની સલાહ આપી.
શું તમે જાણો છો ? યુનાઈટેડ કિગડમમાં રોજ લગભગ ૧૦ લાખ આખા કેળાં ફેંકી દેવાય છે. અને દરેક પરિવાર દરેક સપ્તાહે આઠ ભોજનની સમકક્ષ બગાડ કરે છે. દરેક પરિવાર અજાેડ માનસિકતા ધરાવે છે. જેને સમજવી, તેનું વિશ્લેષણ કરવાનું અને પર્યાવરણને લાભ થાય તેવું સામાધાન કરવાનું વિચારવું આવશ્યક છે. આ દેખીતું જણાઈ શકે, પરંતુ જુજ સામગ્રીઓથી જથ્થામાં ભોજન બનાવી શકાય તેવી રેસિપીઓનું સપ્તાહનું નિયોજન કરીને મર્યાદિત સમય અને નાણામાં મોટાભાગનું ભોજન મેળવી શકાય છે. બચેલા ભોજનમાંથી નવી વાનગી બનાવવી જાેઈએ.
ખાદ્યો બગાડને લીધે ઉચ્ચસ્તરનું ગ્રીન હાઉસ ગ્રેસ ઉત્સર્જન થાય છે એ ખાદ્યના બગાડ માટે વધુ એક કારણ તે અસરકારક રીતે મપાતું કે અધ્યયન કરાતું નથી આ સીરીઝ ખાદ્યમાં નુકસાન પર વ્યાપક અહેવાલમાં ઉંડાણથી ડોકિયું કરાવે છે. સમસ્યાઓની ઓળખ કરાવે છે. તેને દૂર કરે છે. તકો ઓળખે છે અને જેની સામે પ્રગતિ માપી શકાય તે સીમાચિહ્ય્નો સ્થાપિત કરે છે.