Western Times News

Gujarati News

જેલમાં અંડા સેલ જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

નવી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ગોકરકોંડા નાગા સાઈબાબાની મે ૨૦૧૪માં ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦૧૭માં આતંકવાદના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.

લગભગ એક દાયકા પછી તે ૭ માર્ચે નાગપુર જેલમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યાં. તેને જેલની ‘અંડા કોઠરી’માં રાખવામાં આવ્યો હતો. જીએન સાઈબાબાની પત્ની એએસ વસંત કુમારીને નવેમ્બર ૨૦૨૩માં જેલમાં તેમની સાથેની છેલ્લી મુલાકાત યાદ છે.

વસંતા કુમારીનું કહેવું હતું કે, જેલની અંડા સેલમાં રહ્યા બાદ સાઈબાબા જેવા વિદ્વાન વ્યક્તિની પાસે શબ્દ થઈ ગયા હતાં. જેલમાંથી બહાર આવ્યા પછી, જીએન સાઈબાબાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, હું જીવતો બહાર ન આવી શકું તેવી પૂરી શક્યતા હતી.” અંડા સેલમાં રાખવામાં આવેલા કેદીઓ માનવ સંપર્કથી વંચિત છે, તેથી તેઓ માનસિક સમસ્યાઓ, સમાજથી દૂરી બનાવવાની પ્રવૃત્તિ, આત્મહત્યાના વિચારો અને અનિયંત્રિત ગુસ્સો જેવી સમસ્યાઓ પેદા થાય છે. કોઈપણ જેલનો સૌથી સુરક્ષિત ભાગ અંડા સેલ છે.

આ સેલનો આકાર ઈંડા જેવો છે, તેથી તેને અંડા સેલ નામ આપવામાં આવ્યું છે. આ કોઠરીમાં સામાન્ય રીતે ગંભીર ગુનાના આરોપી ખતરનાક કેદીઓને રાખવામાં આવે છે. આ કોઠરીમાં વીજળી નથી, કેદીઓને અંધારામાં રાખવામાં આવે છે.

સુવિધાના નામે કેદીઓને સૂવા માટે એક જ બેડ આપવામાં આવે છે. કોઠરીની બહાર ઇલેક્ટિÙક ફેન્સિંગ હોય છે, અંદર અને બહાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. આ કોઠરી સંપૂર્ણપણે બોમ્બપ્રૂફ બનાવવામાં આવી છે. મુંબઈની સૌથી મોટી આર્થર રોડ જેલમાં આવી નવ કોઠરીઓ છે.

આધુનિક સમાજમાં ધીમે-ધીમે ફાંસીની જગ્યા જેલોમાં અનુશાસનાત્મક શક્તિએ લઈ લીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જેલમાં કોઈ વ્યક્તિને નિશાનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એકાંત કારાવાસની યાતનાપૂર્ણ પ્રથા આધિનિક જેલોની એક પ્રમુખ વિશેષતા બનેલી છે. ભારતીય જેલોમાં પણ અંડા સેલ એકાંત કારાવાસનું જ એક રુપ છે.

ઘણાં લોકો તેને ક્રૂર, અમાનવીય, અપમાનજનક અને યાતનાના રુપે પરિભાષિત કરે છે. જીએન સાઈબાબાની જેમ ભીમા કોરેગાંવ મામલામાં ફસાયેલા પ્રખ્યાત પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને તલોજાની જેલના અંડા સેલમાં રાખવામાં આવ્યા હતાં.

ભારતીય સંદર્ભમાં અંડા સેલનું સૌથી જ્વલંત વર્ણન અરૂણ ફરેરાને ૨૦૧૪ની જેલ સંસ્મરણ કલર્સ આૅફ ધ કેજમાંથી આવે છે. તેમના મતે, અંડા સેલ એ ઉચ્ચ ઈંડાકાર પરિમિતિની દિવાલની અંદર બારીઓ વાળી સેલનો એક સમૂહ છે જે જેલની ઉચ્ચ સુરક્ષા સીમાની હેઠળ એક મહત્તમ સુરક્ષા ક્ષેત્ર છે. તમે બહાર કંઈપણ જોઈ શકતા નથી, ન તો હરિયાળી, ન આકાશ. તમામ સેલની વચ્ચે એક વાચટાવર છે.

ઈંડાથી બહાર નીકળવું અસંભવ છે. તેને કેદીઓને પરેશાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવલખા લખે છે કે, તેમના સાથી સાહાબા હુસૈન દ્વારા રજૂ કરાયેલા નિવેદનમાં ટાંકવામાં આવ્યા છે, “અંડા સેલમાં કેદ એટલે તાજી હવાનો ઇનકાર કરવું છે, કારણ કે સર્કલની અંદર એક પણ વૃક્ષ કે છોડ નથી અને અમને અંડા સેલમાંથી બહાર નીકળવાની મનાઈ છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.