Western Times News

Gujarati News

અહમ્‌ માણસને ઉપરથી નીચે પટકવામાં મોટો ભાગ ભજવે છે

અહમ્‌ માં…. અધમતા

માનવીનાં મનમાં અહમ્‌ નામનો દર્ગુણ રૂપી દુશ્મન જયારે પ્રવેશ કરે છે ત્યારે માનવીને સારાસારનું ભાન રહેતું નથી અને તે તેને ઉપરથી નીચે પટકવામાં મોટો ભાગ ભજવે છે.

અહમ્‌ ની ઉત્પત્તિ સાથે બીજી વ્યક્તિ સાથે ટકરાવ થયા વગર રહેતો નથી પણ જ્યારે અહમ્‌ મિકા શરૂ થાય છે ત્યારે પોતે સાચો જ છે એ સાબિત કરવામાં એક જૂઠું બોલતાં બોલતાં બીજા દસ જૂઠાં બોલતાં પણ એ અચકાતો નથી.

જ્યારે અહમ્‌ ની સામે અહમ્‌ ટકરાતાં ન થવાનું થઈ શકે છે અને પોતે પોતાનાં પગ પર જ કુહાડી મારે છે ને તેનો ખ્યાલ પણ તેને રહેતો નથી અને સાથે સાથે સમાજમાં પોતાની ઈજ્જતનાં ધજાગરા ઉડાડે એ અલગ. અભિમાન કરતાં આ અધમતા, નર્યો દંભ બહું જ નુકશાનકર્તા હોય છે.

અભિમાની તો જે પોતાની પાસે છે તેનુ ગર્વ લઈને સમાજમાં દેખાડો કરે છે પરંતુ આ મિથ્યાભિમાન તો પોતે ખોટો છે અથવા પોતાની પાસે નથી છતાં પોતે સાચો છે અથવા દંભ બતાવવા તથા બીજા ખોટાં છે તે સાબિત કરવા મિથ્યા પ્રયાસ કરતો રહે છે.

અહમ્‌ ને માનવીએ પોષવો ન જાેઈએ અને પોતાનાં મનમાંથી તેને તિલાંજલિ આપવી જાેઈએ. જેમ જેમ કાદવ કીચડમાં ખૂંપતા જઈએ તેમ તેમ વધારે ને વધારે સમાજમાં નીચા ઉતરતા જઈએ. અહમ્‌ કેન્સરનાં રોગ જેવો અસાધ્ય રોગ છે જે એક વખત ધર કરી જાય છે તો તેને બહાર કાઢી શકાતો નથી તેમ અહમ્‌ રૂપી અસાધ્ય રોગનાં કીટાણુંઓ જેવો દુર્ગુણ મનમાં વ્યાપી જાય છે.

લોકો વચ્ચેનો સંબંધ બગાડવામાંઅહમ્‌ નામનો દુર્ગુણ માધ્યમ બની રહે છે અલબત્ત કુટુંબમાં પણ ભાઈ-ભાઈ બાપ- દીકરા, ભાઈ-ભાભી, નણંદ-ભોજાઈ, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે પતિ-પત્ની વચ્ચે અહમ્‌ નામનો દુશ્મન પ્રવેશે તો મહાભારત રચાઈ જાય છે તથા જિંદગીભરના મીઠા સંબંધનો અંત આવી જાય છે.

માનવીએ સમજવું જાેઈએ કે તે સામે ચડીને પોતાનો દોષ જાહેર કરતા ડરતો હોય પરંતુ દોષ કોઈ બતાવે ત્યારે તેનો લૂલો બચાવ કરવા જેવી અધમતા તો માનવીમાં ન જ હોવી જાેઈએ. ‘ શાશ્ર્‌વત છે પરંતુ સ્અ વિનાશી છે.’

ઘણી વખત ગેરસમજ ઊભી થતાં માનવીમાં અમુક ગુરુતાગ્રંથિ બંધાઈ જાય છે અને અહમ્‌ ‘ઈર્ખ્ત’ નામના દુર્ગણનો જન્મ થાય છે. શંકાશીલ સ્વભાવ ગેરસમજ વધારવમાં કારણભૂત બને છે અને અહમ્‌ આવવાથી કશુંક ગુમાવી રહેવાનો અહેસાસ પણ થાય છે. મોટા ભાગનાં મનભેદ અહમ્‌ રૂપી સ્વભાવની નિપજ છે જ્યારે બે જણનો અહમ્‌ ટકરાતા જીવનમાં તિરાડ પડતી જાય છે.

જે માણસો ભૂલી નથી શકતા તે માણસૉ હરહમેંશા દુઃખી જ રહેવાનાં ને ભૂતકાળની યાદ તેમને કશું જ કામ કરવા દેતી નથી.
જે થઈ ગયું તે તો હવે થઈ ગયું. પડી ગયા તો કશો વાંધો નથી, ધીમે ધીમે ઉભા થવા ભૂતકાળને ભૂલી જવામાં જ મજા છે અને સાથે સાથે ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવું જાેઈએ.

માણસે અહમ્‌ ને ભૂલવો જ રહ્યો, તો જ માનવી પાછો ઊભો થઈ શકશે. અહમ્‌ ભૂલીને નવેસરથી નવી યોજના ઘડીને જીવન ગુજારવા પ્રયત્નો કરવો જાેઈએ.

ઘણા માણસો જીવનમાં નાના નાના પ્રસંગો યાદ કરીને દુઃખી થતાં રહે છે અને કોઈ કંઈક અજુગતું બોલી ગયું હોય તો લાંબા સમય સુધી એને ભૂલી નથી શકતા તથા ખોટું થયું હોય તો તેનું ચિત્ત લાંબા સમય સુધી બેચેન રહે છે તે ખોટું છે આમ થવાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.

અહમ્‌ નામના દુર્ગુણને મનમાંથી કાઢી નાખવા ભૂતકાળને ભૂલીને આશાવાદી બનવું જાેઈએ. જે બની ગયું છે તેનો વિચાર કરવો ન જાેઈએ અને અહમ્‌ ને ભૂલવાથી મન આનંદની ચરમસીમા પર પહોંચે છે. જેનાથી અહમ્‌ ઉત્પન થયો હોય તેવી કડવી સ્મૃતિઓને મનમાંથી હાંકી કાઢવી જાેઈએ નહિતર દુઃખમાં વધારો થવામાં બાકી નહિ રહે.

અહમ્‌ અને દંભ પણ માનવીને નિમ્નકક્ષાનો બનાવે છે. કેટલીક વ્યક્તિઓ ગુરુતાગ્રંથિથી પીડાતી હોય છે. પોતે જ સાચો છે અને પોતે જે વિચારે તે જ સત્‌ છે તેવો દંભી ચહેરો બનાવીને તેઓ સમાજમાં ફરે છે અને અહમ્‌ તેને મોટું નુકશાન કરવા પ્રેરે છે.

અહમ્‌ ને મનમાં રાખવાથી પોતાની શાંતિ દૂર થઈ જાય છે. બસ એ વિચારતો જ રહે છે કે પોતાના અહમ્‌ ને કેવી રીતે પોષાય? પોતે જ સાચો છે અને બીજા ખોટાં છે તે સાબિત કરવામાં એ પોતાનો અમૂલ્ય સમય પણ બગાડે છે અને જ્યાં સુધી પોતાનો અહમ્‌ પોષાતો નથી ત્યાં સુધી તેનું ચિત્ત ભમ્યા જ કરે છે અને પોતાના જીવનમાં તે વ્યક્તિ અશાંત રહે છે ને માનસિક રોગનો શિકાર બની શકે છે ને તેની જિંદગીમાં નિરાશા ને નિરાશા જ રહે છે..

જે માનવી અહમ્‌ રાખતો હોય છે તે સમાજમાંથી પણ ફેંકાઈ જાય છે તથા લોકો તેનાથી દૂર રહેવામાં જ શાનપણ માને છે. ‘શરીરમાં રોગનો પ્રવેશ માનવીને રોવડાવે છે.’ ‘તો’ ‘મનમાં અહમ્‌ નો પ્રવેશ માનવીને રખડાવે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.