ઈજીપ્તમાં પુરાતત્વવિદોને મળ્યો અનમોલ ખજાનો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Egypt.jpg)
૧૮૦૦૦ વાસણના ટુકડા પર લખવામાં આવી છે અલગ અલગ માહિતી
કાહિરા, ઈજીપ્તમાં પુરાતત્વવિદોના હાથમાં એક અનમોલ ખજાનો લાગ્યો છે. ખોદકામ દરમ્યાન પુરાતત્વવિદોને એક પ્રાચીન ટાઈમ કેપ્સુલ મળી છે. જેમાં ૧૮૦૦૦ પત્રો છે. Egypt archaeologists unearth stunning ancient time capsule with 18000 notes from past
આ ૧૮૦૦૦ પટ્ટીઓ ઉપર પ્રાચીન ઈજીપ્ત સભ્યતા અંગે ઘણુ બધુ લખેલું છે. આ ટાઈમ કેપ્સુલની શોધ ઈજીપ્તના પ્રાચીન કંસબા અથરીબીસમાંથી થઈ છે. જે આધુનીક સોહાગ શહેર પાસે સ્થિત છે. આ નોટસને વાસણના તૂટેલા હિસ્સાઓ ઉપર લખવામાં આવી છે.
પ્રાચીન ઈજીપ્તમાં પત્ર કપડાની યાદી અને સાહીત્ય સંબધીત લેખન માટે વાસણના તૂટેલા હિસ્સાઓ ઉપર લખવામાં આવી છે. પ્રાચીન ઈજીપ્તમાં પત્ર, કપડાની યાદી અને સાહીત્ય સંબંધીત લેખન માટે વાસણના તૂટેલા હિસ્સાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પ્રાચીન ઈતિહાસના જાણકાર પ્રોફેસર કિશ્ચીયન લેઈટઝના કહેવા પ્રમાણે પ્રાચીન કાળાં વાસણના ટુકડાનો ઉપયોગ લખા માટે અને શાહીનો ઉપસાવવા માટે કરવામાં આવતો હતો. આ શોધ દરરોજના જીવન અંગે ઘણી બધી સુચનાઓ આપે છે. જેમાં મોટાભાગના ટુકડા પર ડેમોટીક ભાષામાં લખવામાં આવ્યું છે.
જે પેટોલેમાઈક અને રોમન સમયમાં ઉપયોગમાં લેવાતી હતી. આ સમય ઈ.સ.પૂર્વ ૬૦૦નો છે. વધુમાં એવા પણ ઘણા પથ્થર મળ્યા છે. જેમાં યુનાની ભાષામાં લખવામાં આવ્યું છે તેમજ તસવીરો બનાવવામાં આવી છે.