નડીયાદમાં ઈદે મિલાદુન્નબી તહેવારની ઉજવણી શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી
ઇસ્લામ ધર્મના પેયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ)ના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન્નબી તહેવારની ઉજવણી શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ નડીયાદ દ્વારા કરવામાં આવી હતી.
પીરે તરીકત ખલીફ-એ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ સલાહુદ્દીન અશરફી દરિયાઈ ના સાનિધ્યમાં જને ઈદે મિલાદુન્નબીનું ઝુલુસ શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ થી શુરૂ થઈ શાહીન સોસાયટી, ગુલીસ્તાં,
બારકોશીયા રોડ, ફિરદોષ, રફીક, કામદાર, આસ્તાના, મુસ્તાક, નુરે ગુલશન, જીલાની, મેમણ, નુરે ઈલાહી, કિસ્મત, શબીના, નુરાની ચોક સે હોતા હુઆ કૈયુમ પાર્ક, હીના પાર્ક, અલી પાર્ક, યાદગાર, પરીવાર સે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પહોંચ્યું હતુ જયારે મોહદિસે આઝમ નગર મસ્જીદે મોહદિસે આઝમે હિન્દ થી શુરૂ થઈ
અશરફી પાર્ક-૧, ૨, ૩ સે અરશીલ પાર્ક, મોહદિસે આઝમ નગર, ફૈઝાન પાર્ક, મુખ્તિયાર પાર્ક, શયાન પાર્ક, રાહીલ પાર્ક, ખુશ્બ પાર્ક, જાસ્મીન પાર્ક, અલ મદીના, નગીના પાર્કએ સમાપ્ત થયુ હતુ જેમા અંદાજે ૧૦૦૦થી ૧૨૦૦ નાના બાળકો ઝુલુસ મા જાેડાયા હતા.આ પ્રસંગે અનવર બાપુ ,સદ્દામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)