ગોમતીપુરમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બિરાદરો ઉમટ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.સ) ના (જન્મદિન) જશને ઈદે મિલાદુન્નબી નિમિતે પૂર્વ ના મલેકશબાન દર્ગા ખાતે થી શાનો સૌકાત જુલુસ નીકળી ગરીબનગર. કલંદરી મસ્જિદ. લાલમિલ. ઉષા સિનેમા રોડ.ગોમતીપુર હોજવાલી મસ્જિદ રાજપુર ટોલનાકા નગરી મિલ રોડ. પટેલની ચાલી થી કાલિદાસ ચારરસ્તા હાથી ખાઈ ખાતે સમાપન થયું હતું.
જુલુસ નું પ્રસ્થાન બાપુનગર ના (એમ.એલ.એ) દિનેશ કુશ્વા અને મોલાના ગુલામ સૈયદ અને વિવિધ મસ્જિદો ના ઇમામ સાહેબો ના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરી ને પ્રસ્થાન કરાવ્યું હતું જુલુસ ને કામયાબ બનાવવા અલ્તાફ ખાન. મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શૈખ. ઝુલ્ફી ખાન. પૂર્વ કાઉન્સિલર ઇસાક શૈખ કાસમ શૈખ. રફીક ગદદી. નુરું ખાન.
ક્લીમ ઉસ્તાદ. શકીલ રાજપૂત અને ચારટોડા સફાઈ અભ્યાન કમિટી ના તમામ સભ્યો ભારે ઝહેમત ઉઠાવી હતી. ઉપરોક્ત જુલુસ માં ૧. હાથી.૧૪. ઘોડેસવાર.૧૨. સજાવટ કરેલ ઓપન જીપો.૮૩ અલગ અલગ મસ્જિદો શાહી ઇમરતો ની કલાકુત્યો ૫. બેન્ડ પાર્ટી સાથે નાત ખાં ૮. ઊંટગાડીઓ.૫. બળદ ગાડીઓ. અને હજારો ની સંખ્યા માં માનવ મેદની (શ્રદ્ધાડૂઓ) જાેડાયેલા રહ્યા હતા.
અને ખાસ કોમી એકતા ના પ્રતીક સમાજ સર્વ ધર્મ ના ધર્મ ગુરુઓ સર્વ શ્રી અશોક શાસ્ત્રીજી શ્રી મહારાજ રવિ ત્રિપાઠી. પ્રેમાનદજી મહારાજ મળકીવાળા આશ્રમ ના શીખ ધર્મ ના જ્ઞાની હાર્પિતસીંગ ક્રિશ્ચન સમાજ ના અગ્રણી જ્યોર્જ ડાયેસ ખાસ ઉપસ્થિત રહી સમાજ ને એકતા ઉપર બહાર મૂકી પયગમબર સાહેબ ને ટાંકી એમના કિસ્સા બતાવી ઇન્સાનિયત નો પૈગામ આપ્યો હતા.પોલીસ ની પ્રશ્ર્સન્ય કામગીરી થી આયોજકો આભાર વ્યક્ત કર્યો હતો.