Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લાના આઠમા ઇનોવેશન ફેસ્ટિવલની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ)ગોધરા. જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત પંચમહાલ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓનો આઠમો ઇનોવેશન ફેસ્ટિવલ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની પોપટપુરા પ્રાથમિક શાળા ખાતે તા. ૧૮-૧૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્યો. તેમાં પ્રાથમિક /માધ્યમિક શાળાના શિક્ષકોએ ખાનગી શાળાને ટક્કર મારે તેવા શિક્ષણના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા.

જેમાં પંચમ્હાલ જિલ્લાના સાત તાલુકામાંથી કુલ ૫૨ જેટલા નવતર પ્રયોગો શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. કાર્યર્ક્મના મુખ્ય અધ્યક્ષ તરીકે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી, પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન રમેશભાઇ રાઠવા, મુખ્ય દંડક જિલ્લા પંચાયત પંચમહાલ એ.બી.પરમાર, સામાજિક ન્યાય સમિતી ચેરમેન મણીબેન કે રાઠોડએ ખાસ હાજરી આપી હતી.

જિલ્લા ઇનોવેશન ફેસ્ટિવલનું સફળ આયોજન ડાયેટ પ્રાચાર્ય બનેસિંગ પી ગઢવી, જિલ્લા ઇનોવેશન સેલ કૉ.ઓ. બી.એમ. સોલંકી તેમજ પોપટપુરા પ્રાથમિક શાળા પરિવાર તેમજ પંચમહાલ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

આ ઇનોવેશન ફેસ્ટિવલમાં સરકારી શાળાઓના શિક્ષણમાં કરેલ નવાચાર થકી શિક્ષણ સુધારવા માટેના કરેલા પ્રયાસો રજૂ કરવામાં આવ્યા. શિક્સકોએ શાળા કક્ષાએ અને વર્ગ કક્ષાએ કરેલ નવીન પ્રયાસો અને તેમના નવીન વિચારો ૫૨ જેટલા સ્ટોલ મારફતે રજૂ કરવામાં આવ્યા. જેમાં બાળકોની હાજરી વધારવાના માટેના પ્રયાસો. મૂલ્યલક્ષી શિક્ષણ, વ્યવસાય લક્ષી શિક્ષણ, નિપુણ ભારત મિશન, એફ.એલ.એન. આરોગ્યને લગતા ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા. જિલ્લા શિક્સણ અને તાલીમ ભવન થકી સ્કૂલ ઓફ એક્સેલેન્સ, શિક્સણમાં આઇ.સી.ટી. , જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, અને કન્યા શિક્સણને લગતા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા.

કાર્યક્રમની શરૂઆત માન. અધ્યક્ષએ દીપ પ્રાગ્ટ્ય દ્વારા કરવામાં આવી. ડી.આઇ.સી. કૉ.ઓ શી બી.એમ. સોલંકી સાહેબે કાર્યક્રમની રૂપરેખા આપી. અને પોપટપુરા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા. જે મુખ્ય આકર્ષણ ભાગ હતા. આ ઉપરાંત નવાનદીસર પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા યોગ પ્રદર્શન અને ઘોઘંબા તાલુકાની કાલસર પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા લેઝિમ દાવ રજૂ કરવામાં આવ્યા. જેને આમંત્રિત મહેમાનો, શિક્સકો અને બાળકોએ ખૂબ ખૂબ વખાણ કર્યા. ફાળવેલ આયોજન મુજબ જિલ્લાના તાલુકાના ૬૦૦ જેટલા શિક્ષકોએ ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.