ખેડબ્રહ્મા વિશ્વકર્મા મંદિરે આઠમો પાટોત્સવ યોજાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે આવેલ વિશ્વકર્મા ધામમાં બિરાજમાન ભગવાન વિશ્વકર્મા, માં ચામુંડા અને ભગવાન શનિ મહારાજનો આઠમો પાટોત્સવ શુક્રવારે રંગે ચંગે ઉજવાયો હતો. આ પાટોત્સવમાં સવારે ૧૬ જાેડાએ મહાપુજાનો લાભ લીધો હતો. ત્યારબાદ મા રાંદલ નો ઘોડો ખૂંદવામાં આવ્યો હતો. ત્રણેય મંદિર પર યુવા ગ્રુપના સદસ્યોએ ધ્વજારોહણ કર્યું હતું. સમગ્ર પાટોત્સવની પૂજા વિધિ શાસ્ત્રી દિનેશભાઈ સુરેન્દ્રનગર વાળાએ કરી હતી.
આ પ્રસંગે મહાપ્રસાદના દાતા તરીકે ઉષાબેન અમૃતભાઈ સુથાર ઊંચી ધનાલે લાભ લીધો હતો. જ્યારે આગામી ૨૦૨૪ના મહાપ્રસાદ ના દાતા સુથાર લક્ષ્મીબેન ચુનીલાલ રુદ્રમાળા અને ૨૦૨૫ ના દાતા તરીકે સુથાર ભોગીલાલ લાલજીભાઈ ખેડબ્રહ્મા અને ૨૦૨૬ ના દાતા સુથાર રેખાબેન અશોકભાઈ લક્ષ્મીપુરાએ દાન આપ્યું હતું. સમારંભના અંતે સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ સુથારે સમાજના લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વિશ્વકર્મા બચત અને ધિરાણ મંડળીના પ્રમુખ જગદીશભાઈ બી સુથાર, યુવા ગ્રુપના પ્રમુખ પ્રકાશભાઈ સુથાર, સદસ્યો અને નટવરભાઈ સુથાર, શંકર લાલ સુથાર સહિત સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.