“એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર”માં આરતી તરીકે ઈન્દુ પ્રસાદનો પ્રવેશ

ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી અને થિયટરમાં પગ જમાવ્યા પછી અભિનેત્રી ઈન્દુ પ્રસાદ હવે એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર સાથે જોડાવા માટે સુસજ્જ છે.
અભિનેત્રી આરતીની ભૂમિકામાં જોવા મળશે, જે બ્રિટિશ અધિકારી હેઠળ કામ કરે છે અને જેની વિચારધારા ભીમરાવ (અથર્વ) સાથે મળતી આવતી નથી. ઈન્દુનો પ્રવેશ વાર્તામાં નવો ડ્રામા અને વળાંક ઉમેરશે.
આ પાત્ર વિશે આરતી, ઈન્દુ પ્રસાદ કહે છે, “આરતી બ્રિટિશ અધિકારી માટે કામ કરતી યુવતી છે. તેની મોટી આકાંક્ષાઓ છે. તેની વિચારધારા ભીમરાવ (અથર્વ)થી વિરુદ્ધ છે. ભીમરાવ ભારપૂર્વક માને છે કે તેની જાતિના લોકોએ બહેતર ભવિષ્ય માટે લડવું જોઈએ, જ્યારે આરતીને એવું લાગે છે કે તેમની જાતિના લોકોએ ઉચ્ચ જાતિ માટે કામ કરવું જોઈએ અને મોટાં સપનાં નહી જોવાં જોઈએ. શોમાં તેનો દેખાવ વાર્તામાં નવો વળાંક ઉમેરશે.”
ઈન્દુ વધુમાં ઉમેરે છે, “મને એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરનો હિસ્સો બનવાનું સન્માનજનક લાગે છે. આ અત્યંત પ્રેરણાદાયી શોમાંથી એક છે, જેમાં રોચક વાર્તા અને મજબૂત પાત્રો છે. ઘરમાં બધા જ શોના કટ્ટર ચાહક છે. આથી મારો આ ભૂમિકા માટે સંપર્ક કરાયો ત્યારે મેં ઓફર તુરંત સ્વીકારી. મારા કરતાં મારો પરિવાર મારા પ્રવેશ વિશે ભારે રોમાંચિત છે.
અમે શો માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. મને મારા સહ- કલાકારો પાસેથી સારો ટેકો મળી રહ્યો છે. બધા બહુ સારા અને આવકાર્ય છે. હું મારું શ્રેષ્ઠતમ આપીશ અને મારા પાત્રને સારો પ્રતિસાદ મળશે અને દર્શકો મારા કામની સરાહના કરશે એવી આશા છે.”