હિન્દુસ્તાની ભાઉ પર એકતા કપૂર ૧૦૦ કરોડનો દાવો માંડશે

મુંબઈ, ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર એકતા કપૂર, તેનાં પરિવાર અને એએલટી ડિજીટલ મીડિયા એન્ટરટેઇન્મેન્ટ લિમિટેડ મળીને તેમના વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવા બદલ કાનૂની પગલાં લેવા જઈ રહ્યાં છે.
એકતા કપૂરના કાનૂની પ્રતિનિધિ રિઝવાન સિદ્દીકી દ્વારા જાહેર થયેલાં નિવેદન મુજબ, એકતાએ ૧૦૦ કરોડનો દાવો માંડવાનો નિર્ણય લીધો છે.
આ નિવેદન મુજબ, છુપાયેલા એજન્ડા અને ગુનાઈત હેતુઓ સાથે જોડાયેલા વ્યક્તિગત સ્વાર્થથી પ્રેરિત કેટલાંક પક્ષોએ એકતા કપૂર વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવી હતી. આ આક્ષેપ ૨૦૨૦ની પોલિસ ફરિયાદના સંદર્ભે કરવામાં આવ્યો છે, નિવેદન મુજબ, “આ ફરિયાદ પોલિસ દ્વારા બંધ કરી દેવાઈ હતી” સમજૂતી થઈ ગઈ હોવા છતાં કેટલાંક વ્યક્તિઓ કહેવાતી રીતે એકતા કપૂરને તેમજ તેની મીડિયા બ્રાન્ડને બદનામ કરવાની અને શોષણ કરવાની કોશિષ કરે છે.
આ મુદ્દે મુંબઈ કોર્ટ દ્વારા મુંબઈ સિટી પોલિસને આદેશ કરવામાં આવ્યો છે કે, એકતા કપૂર વિરુદ્ધ તેની એક ઓટીટી સિરીઝમાં ભારતીય સેનાના અપમાનના આરોપસર આ ગુનાની તપાસ ફરી કરવામાં આવે.
યુટ્યુબર વિકાસ પાઠક દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી, જેઓ હિન્દુસ્તાની ભાઉ તરીકે ઓળખાય છે, જેણે વીડિયોમાં એકતા કપૂર, ઓટીટી પ્લેટફર્મ એએલટી બાલાજી તેમજ તેના માતા પિતા શોભા અને જિતેન્દ્રનું પણ નામ લે છે.
પાઠકે એવો દાવો કર્યાે હતો કે તેણે મે ૨૦૨૦માં એએલટી બાલાજી પર એક સિરીઝનો એક એપિસોડ જોયો હતો, જેમાં એક સૈનિક અયોગ્ય જાતીય કૃત્ય કરતો દેખાય છે.
પાઠકે પોતાના દાવામાં એકતા કપૂર તેમજ તેના પ્લેટફર્મ પર આક્ષેપ કર્યાે કે, તેઓ હલકા અને બેશરમપણે દેશના ગૌરવ અને સન્માન પર નિશાન સાધે છે. સાથે એવો પણ દાવો કર્યાે હતો કે આ સિરીઝની સીનમાં ભારતીય સેનાની વર્દી અને રાષ્ટ્રિય ચિહ્નનો પણ ઉપયોગ થયો છે, જેના કારણે વિવાદ થયો હતો.SS1MS