લોકડાઉનમાં ઘર ચલાવવા વ્યાજે રૂપિયા લેનાર પ્રૌઢને વ્યાજખોરોએ બરબાદ કર્યા
વ્યાજખોરોએ એકિટવા, ટીવી સહીતની ચીજવસ્તુઓ પડાવી લીધી, અંતે પોલીસ સ્ટેશનનાં દ્વાર ખટખટાવ્યાં
(એજન્સી)અમદાવાદ, કોરોના વાઈરસથી આવેલા લોકડાઉનના કારણે લાખો લોકો આર્થિક રીતે પછાત થઈ ગયા હ તા તો કેટલાક લોકો દેવાદાર બની ગયા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા એક આધેડ પણ લોકડાઉન સમયે આર્થિક સંકડામણનો શિકાર બન્યા હતા. આધેડે પોતાના પરીવારને બે ટાઈમનું જમવાનું મળી રહે તે માટે વ્યાજખોરો પાસેથી ઉંચા દરે રૂપિયા પૈસા લીધા પરંતુ સમયસર વ્યાજ ન ભરી શકતા વ્યાજના વિષચક્રમાં ફસાતા ગયા. ગઈકાલે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડે અંતે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યાં છે.
ખોખરા વિસ્તારમાં આવેલા સર્વોદયનગરમાં રહેતા અને જીન્સના કારખાનામાં નોકરી કરતા આધેડ રામકિશોર કોરીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં વિપુલ મારુ અતુલ મહાજન દેવાંગીબેન મજમુદાર, વિષ્ણુ રાજભર અને મનોજ ઉર્ફે પેપરવાલા વિરૂધ્ધ વ્યાજખોરોની તેમજ ધાકધમકીની ફરીયાદ કરી છે. રામકિશોર કોરી આશીયા મીલમાં નોકરી કરતા હતા પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે આવેલા લોકડાઉનથી તેમની નોકરી છુટી ગઈ હતી.
હાલ રામકિશોર કોરી છુટક નોકરી કરીને પોતાનું તેમજ પરીવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ર૦૧૯માં રામકિશોરની આર્થિક પરીસ્થિતી ખરારબ હોવાના કારણે તેમણે સર્વોદયનગરમાં રહેતા વિપુલ પાસેથી ૭૦ હજાર રૂપિયાય સાત ટકાના વ્યાજ પર લીધા હતા. રામકિશોર ૭૦ હજારનું દર મહીને ૪૮૦૦ રૂપિયા વ્યાજ ભરતા હતા. જે તેમણે ત્રણ વર્ષ સુધી ભર્યું હતું.
રામકિશોર વિપુલને વ્યાજ નહી આપી શકતાં તેમણે તેમનું એકટીવા ૧પ હજાર રૂપિયામાં ગીરવી મુકાવી દીધું હતું. વિપુલને વ્યાજ ભરી નહી શકતા અને વધુ રૂપિયાની જરૂર હોવાથી તેમણે અતુલ મહાજન પાસેથી દસ ટકા વ્યાજ પરરપ હજાર રૂપિયા લીધા હતા. રામકિશોર કોરીએ અતુલને ૪૮ હજાર રૂપિયા વ્યાજ સાથે ચુકવી દીધા હતા.
લોકડાઉનના કોઈ કામધંધો કરતા નહી હોવથી રામકિશોરે મદ્રાસી મંદીર પાસે રહેતા દેવાંગીબહેન મજમુદાર પાસેથી પાંચ ટકા વ્યાજ પર ૧.૯૭ લાખ રૂપિયાય લીધા હતા. અતુલ અ ને વિપુલના વ્યાજના ચકકરમાં ફસાઈ ગયા હોવાથી તેમણે દેવાંગીબેન પાસે ૧.૯૭ લાખ રૂપિયા લીધા હતા. દેવાંગીબેન રામકિશોર કોરીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ૧૮ મહિના સુધી રામકિશોર દેવાંગીબેન વ્યાયજ ચુકવતો હતો
જયારે જયારે તેમની સગવડ થાય ત્યારે તે ૧પ હજાર ર૦ હજાર અને રપ હજાર દેવાંગીબેન આપી દેતા હતા. રામકિશોરને ફરીથી રૂપિયાયની જરૂર પડતાં તેમણે દેવાંગીબેન પાસેથી પ૦ હજાર રૂપિયા લીધા હતા. દેવાંગીબેન આ વખતે રામકિશોર પાસેથી દસ ટકા વ્યાજ લેવાનું નકકી કર્યું હતું. રામકિશોરને રૂપિયાની જરૂર હોવાથી તેમણે દસ ટકા વ્યાજ આપવાનું નકકી કરી લીધું હતું. રામકિશોર દેવાંગીબહેનને દર મહીને પાંચ હજારનું વ્યાજ ભરતા હતા.આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા રામકિશોરને વ્યાજ ભરવાનો પણ ફાંફાં પડી ગયાં હતાં. જેથી તેમણે તેમના ઓળખીતા વિષ્ણુ ઉર્ફે રાજુભાઈ રાજભરની વાત કરી હતી.
વિષ્ણુએ તેમને રૂપિયા આપવાનું કહયું હતું સાથે વ્યાજની પણ માગણી કરી હતી. વિષ્ણુની વાતોમાં આવીને રામકિશોરે બે લાખ રૂપિયા લીધા હતા. વિષ્ણુએ ડેઈલી કલેકશન મુજબ રૂપિયાય આપવાનું કહયું હતું. જેથી તેણે પહેલા રામકિશોરને ૬૦ હજાર રૂપિયા આપ્યા હતા.
૬૦ હજાર પૈકી ૧ર હજાર રૂપ્યિયા વ્યાજ પેટે એડવાન્સમાં કાપી લીધા હતા. રામકિશોરને રોજના ૬૦૦ રૂપ્યિા લેખે કુલલ ૧૦૦ દિવસ સુધી વિષ્ણુને રૂપિયા આપવામાં આવ્યા હતા. રામકિશોર રેગ્યુલર હપ્તા ભરતા હતા ત્યારે તેમને વધુ રૂપિયાની જરૂર પડતાં પ૦ હજાર રૂપિયા વ્યાજ વિષ્ણુ પાસે માગ્યું હતું.