રતનપરમાં વૃધ્ધ પિતાને પુત્રની લાફા ઝીંકી મારી નાંખવાની ધમકી

સુરેન્દ્રનગર, જોરાવરનગર પોલીસ મથકની હદમાં આવેલ રતનપર વિસ્તારમાં રહેતા વૃધ્ધ પિતાને મિલ્કત બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાફો માર્યાે હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર પિતાએ પોતાનાથી અલગ ચોટીલા રહેતા પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
રતનપર શેરી નં.૯માં રહેતા ફરિયાદી વાલજીભાઈ ગાંડાભાઈ ચાવડા ઉ.વ.૭૫વાળાના મોટો દિકરા રમેશભાઈ વાલજીભાઈ ચાવડા જેણે પિતાની મરજી વિરૂધ્ધ અન્ય મહિલા સાથે પોતાની રીતે બીજા લગ્ન કર્યા હોય છેલ્લા ૧૭ વર્ષથી પિતાથી અલગ ચોટીલા ખાતે રહે છે.
ત્યારે ફરિયાદીનો દિકરો રમેશભાઈ અને તેની પત્નિએ બે વખત ચોટીલાથી આવી પિતા સાથે બોલાચાલી કરી મિલકત બાબતે વાતચીત કરી હતી અને પિતા પાસે મિલકતનો ભાગ માંગી બોલાચાલી કરી હતી અને પુત્ર તેમજ તેની પત્નિએ એકસંપ થઈ ફરિયાદી પિતાને ગાળો આપી હતી તેમજ પુત્રએ લાફા ઝીંકી વૃધ્ધ પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર વૃધ્ધ પિતાએ પુત્ર રમેશભાઈ વાલજીભાઈ ચાવડા અને તેની પત્નિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS