Western Times News

Gujarati News

કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવા માટે સલાહ

તિરુવનંતપુરમ, દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ જેએન-૧ બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે ૧૮ ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમજ તેમણે હોસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું છે તેમજ સ્વાસ્થ્ય વિભાગને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે.

ગાઈડલાઈનમાં વૃદ્ધોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે. તેમજ એક બેઠકમાં શું પગલાઓ લેવા જાેઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેમજ જેમને હૃદય રોગની સમસ્યા છે કે અન્ય કોઈ ગંભીર બીમારી છે તો તેમને માસ્ક પહેરવું ફરજીયાત છે.

આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. તેમજ કેરલ સાથે જે રાજ્યો સીમા ધરાવે છે તેમને પણ ખાસ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મેંગલોર, ચમનજનગર અને કોડાગુને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે.

હાલના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સમગ્ર દેશમાં ૧૮૦૦થી વધુ કોવિડ કેસમાં ૧૬૦૦થી વધુ કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં કોવિડના કારણે ૪ લોકોનું મૃત્યુ થતા કર્નાટકે સાવચેતી રાખવાનું શરુ કરી દઈશું છે.

કેરળમાં કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ જેએન-૧ વિષે જાણકારી મળી છે. ૮ ડિસેમ્બરે તિરુવનંતપુરમના કારાકુલમથી આરટીપીસીઆર પોઝીટીવ સેમ્પલ દ્વારા સબવેરિયન્ટની જાણકારી મળી હતી. તેમજ શનિવારે બે લોકો મૃત્યુ પામતા લોકોમાં ફરી કોરોનાને લઈને ડર જાેવા મળી રહ્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.