Western Times News

Gujarati News

સરકારી -ખાનગી ઈમારતો પરથી ચૂંટણી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલની સૂચના તથા ચીફ નોડલ ઓફિસર એ.એમ. દેસાઈના માર્ગદર્શનમાં કરાી કામગીરી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થતા જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નિર્દેશ મુજબ શહેર-જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ સક્રિય થઈ ગઈ છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે ૫૨,૩૭૫ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. આચાર સંહિતા અમલના ૨૪ કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી ૨૫,૦૨૮ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઇ છે.

ચૂંટણી જાહેરાતના બે દિવસમાં જ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલેના નિર્દેશ મુજબ આચારસંહિતા સમિતિની ચૂસ્ત કામગીરી શરૂ કઈ દેવાઈ છે. જેમાં શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે ૫૨,૩૭૫ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે.

આ કામગીરી અંતર્ગત બીજા દિવસે પણ ૨૫,૦૯૦ જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે. તે સિવાય વિવિધ પોલિટિકલ પાર્ટીના ખર્ચ. નાણાકીય હેરફેર સહિત વિવિધ બાબતો પર નજર રાખવા ફ્લાઈંગ સકોર્ડ એક્ટિવ કરી દેવાઈ છે. સાથે સી વિઝીલ એપ્લિકેશન પણ શરૂ કરી દેવાઈ છે.

જેની અંદર મોડલ પ્રોડક્ટ કંડક્ટ બાબતની વાયોલેશનની ફરિયાદો લોકો પોતે રજુ કરી શકે છે અને એને સમય મર્યાદામાં જ નિકાલ થઇ શકે છે, જેથી આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલની સૂચના તથા ચીફ નોડલ ઓફિસર એ.એમ. દેસાઈના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના અમદાવાદ શહેરના નોડલ અધિકારી રામ્યાકુમાર ભટ્ટ તથા

અમદાવાદ ગ્રામ્યના નોડલ અધિકારી એચ.આઈ. પટેલના નિરીક્ષણ હેઠળ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર, ઝંડીઓ ઉતારવાની, દીવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બે દિવસમાં અમદાવાદના કુલ ૨૧ વિધાનસભા મત વિસ્તારોમાંથી કુલ ૫૨,૩૭૫ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી ૩૦,૯૭૫ દીવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો ૯૪૫૮ પોસ્ટર્સ તથા ૫૬૯૬ બેનર્સ તેમજ ૩૯૮૯ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ ૫૦,૧૧૮ સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે.

જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ ૧૩૮૨ દીવાલ પરના લખાણો, ૪૦૧ પોસ્ટર્સ, ૩૧૬ બેનર્સ, ૧૫૮ અન્ય મળીને કુલ ૨૨૫૭ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. આમ, નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે.

આમ જિલ્લા તંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જાે કોઈએ આદર્શ આચારસંહિતાનો ભંગ કરશે તો તેઓએ કાયદાકીય પ્રક્રિયા માંથી પણ પસાર થવા તૈયાર રહેવું પડશે તે નક્કી છે. કેમ કે તંત્ર આવા લોકોને બક્ષવાના કોઈ મૂળમાં નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.