Western Times News

Gujarati News

કાર્યકર્તાઓના મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

Files photo

ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓના તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૫/૧૨/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે.

જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચારસંહિતામાં ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલિક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ છે.

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમદાવાદ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂઈએ આથી ફરમાવેલ છે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદાર ક્ષેત્રમાં રહેવું નહીં.

આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકૂમત સિવાયના સમગ્ર અમદાવાદ જીલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.