ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા
રાજકોટ, ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા, પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જાેવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા. જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા, અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા, અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના આધારે વોટ આપવા પહોંચ્યા હતા.
ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.
ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે, આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જાેવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્સ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.
મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે, ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે, જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય. છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા, અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે, ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.