કેન્દ્રીય ચૂંટણીપંચના નાયબ ચૂંટણી કમિશનરે ગાંધીનગર ખાતે ચાર જિલ્લાની કરેલી સમીક્ષા
![election commission for voter id](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Election.webp)
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની સમીક્ષા કરવામાં આવી હતી.
આજરોજ ગાંધીનગર ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર શ્રી હિરદેશકુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી.જોશી, ડાયરેક્ટર(એક્સપેન્ડીચર), શ્રી પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર
શ્રીઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઈ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર શ્રી હિરદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારીઓ અને સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર સાથે પણ ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર શ્રી નરસિમ્હા કોમાર,
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેક્ટર ડો. ધવલ પટેલ, અમદાવાદ આઇજી, જિલ્લા પોલીસ અધિક્ષક, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.