પંજાબના CM ભગવંત માનના ઘરે ચૂંટણી પંચના દરોડા

કપૂરથલામાં આવેલા સરકારી બંગલામાં ટીમ પહોંચી
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ પોતાના એજન્ડાને વોટર્સ સુધી પહોંચાડવામાં લાગી ગયા છે. તો વળી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ ચરમ પર છે. Election Commission raids Punjab CM Bhagwant Mann’s house
આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. આ દરમ્યાન સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીના દાવાએ સનસની ફેલાવી દીધી છે. આપે દાવો કર્યો છે કે, ચૂંટણી પંચની ટીમે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હીમાં આવેલા સરકારી આવાસ પર દરોડા પાડ્યા છે. સીએમ ભગવંત માન હાલમાં ઉમેદવારો માટે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આમ આદમી પાર્ટી તરફથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. દાવા અનુસાર, પંજાબ સીએમ માનના દિલ્હીમાં આવેલા સરકારી આવાસમાં ચૂંટણી પંચે રેડ પાડી છે.
AAP દાવામાં આગળ કહ્યું કે, ચૂંટણી પંચની ટીમ સીએમ માનના કપૂરથલા હાઉસની તલાશી લીધી. ભગવંત માન દિલ્હીમાં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે વોટ માગી રહ્યા છે. સાતે જ પાર્ટીના એજન્ડાના જનતા સુધી પહોંચાડી રહ્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે સીએમ માન દિલ્હીમાં કપૂરથલા હાઉસમાં રોકાય છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીમાં આવેલા સરકારી આવાસ પર એમ જ દરોડા નથી પાડ્યા. સૂત્રોની વાત માનીએ તો, ચૂંટણી પંચને ગંભીર ફરિયાદ મળી હતી. આયોગને સી વિઝન એપ દ્વારા ફરિયાદ મળી હતી. જે અનુસાર ત્યાં રોકડ રુપિયા વહેંચવામાં આવતા હોવાનો આરોપ હતો. ફરિયાદના આધાર પર એફએસટી રેડ પાડવા કપૂરથલા હાઉસ પહોંચ્યા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, એફએસટી રિટ‹નગ ઓફિસરની અંદર કામ કરે છે.