મતદાનના ડેટામાં વિલંબ ટાળવા ચૂંટણી પંચ નવી સિસ્ટમ અપનાવશે

વોટિંગ આંકડામાં છેડછાડના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય
મતદાન મથક છોડતા પહેલા PRO દ્વારા મતદાનની ટકાવારીનો ડેટા ECINETમાં દાખલ કરાશે.
નવી દિલ્હી,મતદાન ટકાવારીના આંકડામાં છેડછાડના વિરોધ પક્ષોના આક્ષેપોનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું કે તે મતદાન ટકાવારીના ડેટાની સમયસર માહિતી ઉપલબ્ધ કરવા માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ લાવી રહ્યું છે. તેનાથી મતદાનની ટકાવારીના ડેટામાં થતાં વિલંબમાં મોટો ઘટાડો થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે હાલની મેન્યુઅલ પદ્ધતિથી મતગણતરીની ટકાવારીના ડેટામાં વિલંબ થાય છે અને તેનાથી ગેરસમજો ઊભી થાય છે.
નવી સિસ્ટમ હેઠળ દરેક મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર (PRO) હવે મતદાનના દિવસે દર બે કલાકે નવી ECINET એપ્લિકેશન પર મતદાન ડેટા દાખલ કરશે. તેનાથી આ ડેટા મતવિસ્તાર સ્તરે આપમેળે સરેરાશ ધોરણે ગણાઈ જશે. મતદાન ટકાવારીના અંદાજિત ડેટા પહેલાની જેમ દર બે કલાકે પ્રકાશિત થવાનું ચાલુ રહેશે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે મતદાન પૂર્ણ થયા પછી તરત જ, મતદાન મથક છોડતા પહેલાPRO દ્વારા મતદાનની ટકાવારીનો ડેટા ECINETમાં દાખલ કરાશે.SS1