Western Times News

Gujarati News

7400 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધસાગર ડેરીના ચેરમેન માટે ૭ ઓક્ટોબરે ચૂંટણી

મહેસાણા, હાઈકોર્ટની સૂચના બાદ આખરે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિી. (દૂધસાગર ડેરી)માં ચેરમેન અને વાઈસ ચેરમેનની બાકી બીજી ટર્મ માટે ૭ ઓકટોબરના રોજ ચૂંટણી યોજાશે.

ડેરીના ચેરમેન પદે અશોકભાઈ ચૌધરીને સાડા ત્રણ વર્ષ અને બે મહિના થયા છે જેથી હવે બાકી બીજી ટર્મમાં ચૂંટાનાર ચેરમેન અને વાઈસ ચેરમેનને દોઢ વર્ષથી પણ ઓછો સમય એટલે કે એક વર્ષ અને ચાર મહિના જેટલો સમય મળી શકે છે. નોંધનીય છે કે, આ વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષની ટર્મ પ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ પૂરી થાય છે.

બીજી તરફ ચૂંટણી જાહેર થતાંની સાથે હવે સૌની નજર ભાજપના મેન્ડેટ તરફ મંડાઈ છે. જોકે પાર્ટી સેન્સમાં જે નામ પર મહોર લાગે તે ચેરમેનપદે નિશ્ચિત જેવું રહેતું હોય છે. આવામાં ચેરમેન રિપીટ થશે કે નો રિપીટ થિયરીમાં રેસમાં રહેલા ડિરેકટરોમાંથી કોનો ચેરમેનપદે નંબર લાગશે તેને લઈ અટકળો સાથે લોબિંગ શરૂ થયું છે.

રૂ.૭૪૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી દૂધસાગર ડેરીમાં ૧૪ ચૂંટાયેલા ૩ નોમીનિઝ, જિલ્લા રજિસ્ટ્રાર અને ફેડરેશન પ્રતિનિધી મળી ૧૯ ડિરેકટરોની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બેઠક અધ્યાસી અધિકારી આર.આર. જાદવની અધ્યક્ષતામાં ૭ ઓકટોબરને સોમવારે સવારે ૧૧ વાગે ડેરીમાં યોજાશે, જેમાં ચેરમેન, વાઈસ ચેરમેન નકકી થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.