૧૯૪ ટીમ નજર રાખી રહી છે ચૂંટણી ખર્ચ અને આચારસંહિતા પર
(એજન્સી)મહેસાણા, મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ખર્ચ દેખરેખ નિયંત્રણ તેમજ આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે ચૂંટણી પંચની સૂચનાથી ફ્લાઈંગ કોડ સહિત છ પ્રકારની કામગીરી માટે ૧૯૪ ટીમ તૈનાત કરવામાં આવી છે.
જેમાં ચૂંટણી દરમિયાન રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુઓની વહેંચણી ઉપર બાજ નજર રાખવા ફ્લાઈંગ કોર્ડની ૨૮ તેમજ સ્ટેટિક સર્વેલન્સની ૭૦ ટીમ સક્રિય કરવામાં આવી છે.મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાના મતદાન વિભાગ માટે વીએસટી.એટી અને સ્ઝ્રઝ્રની મળી કુલ ૧૯૪ ટીમ તૈનાત કરી છે.
જેમાં વિધાનસભા મત વિભાગ પ્રમાણે ખેરાલુમાં ૩૧, ઊંઝામાં ૩૧, વિસનગરમાં ૨૫, બેચરાજીમાં ૨૯, કડીમાં ૨૮ મહેસાણામાં ૨૫ ,તેમજ વિજાપુરમાં ૨૫ ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ સીધા સંબંધિત ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ ફરજ બજાવી રહી છે. આ ટીમો અસરકારક કામગીરી કરે તે માટે મહેસાણા ડીડીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.