પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચુંટણી યોજવામાં આવી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ)(પ્રતિનિધિ) દેવ.બારીઆ,
સાગારામા તાલુકા દેવગઢબારિયાની સાગારામા પ્રાથમિક શાળા માં દર વર્ષ ની જેમ ૨૦૨૩ ના વર્ષ માટે જી.એસ.નું ચુંટણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને જાણ થતાં ખુબ ઉત્સાહ પુર્વક નામ નોંધાવ્યા. એમાથી ત્રણ બાળકોના ફોર્મ માન્ય થયા હતા.
શાળાના આચાર્ય નરેન્દ્રભાઇ બારીયાએ ચુંટણી વિશેની માહિતી આપી ચુંટણી પ્રક્રિયા બેલેટ પેપર થી તથા ઇવીએમ મશીનથી થાય છે તે સમજાવ્યું ત્યાર બાદ શાળા પંચાયતની ચુંટણી વોટિંગ મશીન થી કરવામા આવી.બાળકો માટે નવો અંનુભવ હતો
ખુબ કુતુહલ અને જિજ્ઞાસાવૃત્તિ થી બાળકોએ ચુંટણીમાં વોટિંગ કર્યું શાળાના શિક્ષક સોલંકી નરેન્દ્રભાઇ,વણઝારા અમરસિંહ, ચૌધરી પ્રિયંકાબેન અને શાળા સ્ટાફની મદદ થી સુંદર રીતે ચુંટણી યોજવામાં આવી તારીખ ૧૮/૭/૨૩ ના મંગળવારે યોજવામાં આવી હતી.
જેમાં નાયકા ચંદ્રિકાબેન ગુલાબભાઈ વિજેતા જાહેર થયાં તથઃ રાઠવા પુંજાભાઈ દિનેશભાઇ બીજા ક્રમે આમ બાળકોને ચુંટણી વિશેના ખ્યાલ આવે તે બાબત રાજુભાઈ દ્વારા રાજકીય બાબતો સમજાવવામાં આવી હતી. બાળકો ખુબ ઉત્સાહિત થયને ગુલાલ અને ચોકલેટ વહેંચીને મજા માણી.