મોડાસા કટલરી કરિયાણા એસો.ના પ્રમુખપદે રમણભાઈ પ્રજાપતિની વરણી
મોડાસા, શ્રી કટલરી કરિયાણા મરચન્ટ એસોસિએશન, મોડાસાની ૪૮મી વાર્ષિક સાધારણ સભા કિરીટભાઈ શાહના અધ્યક્ષપદે કોલેજ કેમ્પસ મોડાસાના ભા.મા. શાહ ઓડિટોરિયમ હોલ ખાતે રવિવારે સવારે ૧૧ વાગે મળી હતી. આ સાધારણ સભામાં મુખ્ય મહેમાન અને Election of Ramanbhai Prajapati as President of Modasa Cutlery Grocery Assoc
અતિથિ વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ પટેલ અને સુભાષભાઈ શાહ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ અને પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સમારંભની શોભા વધારી હતી અને પ્રસંગને અનુરૂપ પ્રાસંગિ વકતવ્ય આપ્યા હતા. સૌ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરાયું હતું.
આ શ્રી કટલરી કરિયાણા મરચન્ટ એસો. મોડાસાની સ્થાપના તા.૧પ.૮.૧૯૭પના રોજ થઈ હતી તેને ૪૮ વર્ષ પૂર્ણ થયા છે અને વર્ષ ૪૯ અને પ૦ એમ બે વર્ષ માટે સુવર્ણ જયંતિ વર્ષના પ્રમુખ તરીકે રમણભાઈ પ્રજાપતિની સર્વાનુમતે નિમણુંક થઈ હતી. આ સંસ્થામાં સતત ૪૮ વર્ષ સુધી ચુંટણી થઈ નથી. બિનહરીફ સર્વાનુમતે નિમણુંક થાય છે.
આ સંસ્થા કોમી એકતાના પ્રતિક સમાન છે. પ્રારંભમાં મુકુન્દભાઈ શાહ સેક્રેટરીએ સૌને આવકાર આપી સ્વાગત-પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સર્વમાન્ય વડીલ ઈસ્માઈલભાઈ દાદુએ અહેવાલ રજુ કરી નવા નિયુકત પ્રમુખ રમણભાઈ પ્રજાપતિને પદ ઉપર પ્રસ્થાપિત કર્યા હતા. ત્યારબાદ નિવૃત્ત થતા પ્રમુખ અને વરણી પામેલ પ્રમુખે વકતવ્ય આપ્યા હતા.