ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી: જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ
ગાંધીનગર, ગુજરાત વિધાસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે મહત્વના અબહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાજપે વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ પર મહોર મારી છે તો બીજી તરફ ૧૫મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ ફાયનલ કરવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તેને લઈ ચર્ચાએ જાેર પકડ્યો હતો. પરંતુ ગુરૂવારે આ ચર્ચનો અંત આવ્યો છે.HS1MS