Western Times News

Gujarati News

ચૂંટણી પ્રક્રિયાને સુગમ બનાવવા માટે ECI  દ્વારા છેલ્લા 100 દિવસોમાં 21 નવી પહેલ શરૂ કરવામાં આવી

મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21 નવી પહેલ શરૂ કરી છે. આ પગલાંઓમાં પ્રક્રિયાગત સુધારાઓ, તાલીમ કાર્યક્રમો અને ચૂંટણી પ્રક્રિયાના હીતધારકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. 26મા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના કાર્યભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસોમાં હેતુપૂર્ણ, વ્યવહારિક અને સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે.

માર્ચ 2025માં યોજાયેલી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓ (CEOs) ની પરિષદ દરમિયાન ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં CEC દ્વારા ECIના પુન:ઉર્જાવાન બનાવવા માટેનું વિઝન ઘડવામાં આવ્યું હતું.

મતદારો સુધી પહોંચ વધારવા માટે ECI એ મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા 1,500 થી ઘટાડીને 1,200 કરી છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જેમ કે ગેટેડ સોસાયટીઓ અને હાઈરાઈઝ કોલોનીમાં વધારાના મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. કમિશનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈપણ મતદાતાને મતદાન કરવા માટે 2 કિમીથી વધુ મુસાફરી કરવાની જરૂર ન પડે.

મતદાર માહિતી સ્લિપને સ્પષ્ટ વિગતો સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સિરીયલ અને ભાગ નંબર સ્પષ્ટ રીતે દેખાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે. મતદારોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવા માટે, દરેક મતદાન મથકના પ્રવેશદ્વાર પર મોબાઇલ ડિપોઝિટ સુવિધા સ્થાપિત કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથ હવે મતદાન મથકના પ્રવેશ દ્વારથી 100 મીટરથી આગળના અંતરે લગાવી શકાશે, જે અગાઉ મતદાન મથક પરિસરથી 200 મીટર દૂર લગાવવામાં આવતા હતા.

યુઝર ઇન્ટરફેસને સરળ બનાવવા માટે, એક સિંગલ-પોઇન્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ – ECINET વિકસાવવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય હાલના 40+ એપ્સ/વેબસાઇટ્સને બદલે એક જ બિંદુ પર તમામ હિતધારકોને બધી સેવાઓ પૂરી પાડવાનો છે. ECINET ના કેટલાક મોડ્યુલ વર્તમાન પેટા-ચૂંટણીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ સુધીમાં સમગ્ર ડેશબોર્ડ વિવિધ હિતધારકો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.

ECI એ ભારતના રજિસ્ટ્રાર જનરલ પાસેથી મૃત્યુ નોંધણી ડેટાનું સીધું સંકલન શરૂ કર્યું છે, જેથી મૃતક મતદારોને યાદીમાંથી ચકાસીને સમયસર દૂર કરી શકાય. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ચકાસણીમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જેમાં ફિલ્ડ-લેવલ તપાસ પછી ડેટા અપડેટ કરવામાં આવશે.

1950ના લોક પ્રતિનિધિત્વ અધિનિયનમાં સૂચવ્યા મુજબ પેટાચૂંટણી પહેલા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે પેટાચૂંટણી પહેલા હાથ ધરવામાં આવનારી આ પ્રકારની પહેલી કવાયત છે.

રાજકીય હીતધારકો સાથે નિયમિત સંવાદ પ્રક્રિયાને સંસ્થાકીય બનાવવાના પગલામાં, ECI એ દેશભરમાં રાજકીય પક્ષોના 28,000થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી સાથે 4,719 બેઠકોનું આયોજન કર્યું. આમાં CEO સ્તરે 40 બેઠકો, DEO સ્તરે 800 બેઠકો અને ERO સ્તરે 3,879 બેઠકોનો સમાવેશ થાય છે.

કમિશને નવી દિલ્હીમાં AAP, BJP, BSP, CPI(M) અને NPP સહિત માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ પરામર્શ કર્યો છે, જેમાં વર્તમાન પેટાચૂંટણીઓ પછી રાષ્ટ્રીય રાજકીય પક્ષો અને રાજ્યકક્ષાના રાજકીય પક્ષો સાથે વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ECI એ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs), BLO સુપરવાઇઝર અને બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) માટે તાલીમ કાર્યક્રમોનો વિસ્તાર કર્યો છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) ખાતે 3,500 થી વધુ BLOs/BLO સુપરવાઇઝર્સને તાલીમ આપવામાં આવી છે, જે હવે આગામી વર્ષોમાં એક લાખથી વધુ BLO,  સુપરવાઇઝર્સને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે. આ સુપરવાઇઝર ત્યારબાદ 10.5 લાખથી વધુ કાર્યકર્તાઓ ધરાવતા મોટા BLO નેટવર્કને તાલીમ આપશે.

આ વર્ષે જુલાઈના મધ્ય સુધીમાં લગભગ 6000 વધુ BLO/BLO સુપરવાઈઝર લગભગ 20 બેચમાં તાલીમ મેળવશે. ખાસ ધ્યાન બિહાર, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, કેરળ અને આસામ જેવા રાજ્યો પર કેન્દ્રિત કરવામાં આવશે જ્યાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

ઓળખની સુલભતા હેતુ તમામ BLOને પ્રમાણિત ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવશે. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના BLA ને પણ તાલીમ આપવામાં આવી છેજેમાં બિહાર, તમિલનાડુ અને પુડુચેરીના પ્રારંભિક બેચ IIIDEM ખાતે સત્રો પૂર્ણ કરી રહ્યા છે.

CEO મીડિયા સેલના અધિકારીઓને મીડિયા કોમ્યુનિકેશન પર ઓરિએન્ટેશન આપવામાં આવ્યું છે, જેનો હેતુ જાહેર સંદેશાવ્યવહારની ગુણવત્તા અને નિયમિતમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત, બિહારના પોલીસ અધિકારીઓ માટે તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અલગ તારવવામાં આવેલા હિતધારકોની 28 શ્રેણીઓ માટે એક વ્યાપક તાલીમ માળખું વિકસાવવામાં આવ્યું છે. આ મોડ્યુલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને 1951, મતદારોની નોંધણી નિયમો, 1960 અને ચૂંટણી આચાર નિયમો, 1961 ની જોગવાઈઓ તેમજ ECI સૂચનાઓ પર આધારિત છે. આ હિતધારકો IIIDEM ખાતે પણ તાલીમ લેશે.

અન્ય સુધારાઓ ઉપરાંત, ECI એ તેના મુખ્યાલયમાં બાયોમેટ્રિક હાજરી લાગુ કરી છે, E-Office સિસ્ટમ સક્રિય કરી છે અને નિયમિત CEO-સ્તરની સમીક્ષા બેઠકો શરૂ કરી છે. આ પગલાંનો હેતુ આંતરિક સંકલન અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.

ECI IIIDEM, નવી દિલ્હી ખાતે ભારતના ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સેલ્સની રાષ્ટ્રીય પરિષદ પણ બોલાવી હતી. આ પરિષદમાં ભારતની સુપ્રીમ કોર્ટ અને દેશભરની તેની બેન્ચ સહિત 28 ઉચ્ચ અદાલતોના વરિષ્ઠ વકીલો, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ અને 36 CEOએ ભાગ લીધો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય ઉભરતા પડકારોને વધુ અસરકારક રીતે પહોંચી વળવા માટે કમિશનના કાનૂની માળખાને પુનઃઉર્જાવાન કરવાનો અને સુમેળ વિકસાવવાનો હતો.

ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાયેલી 21 નવીન પહેલોની યાદી

  1. મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા ૧૨૦૦ સુધી મર્યાદિત કરવામાં આવી છે.
  2. હાઈ રાઈઝ/ગેટેડ કોલોનીઓમાં વધારાના મતદાન મથકો સ્થાપવામાં આવશે.
  3. મતદાર યાદી અપડેટ કરવા માટે, મૃત્યુ નોંધણીનો ડેટા સીધો RGI ડેટાબેઝમાંથી મેળવવામાં આવશે તથા ચકાસણી પછી ડેટા અપડેટ કરવામાં આવશે.
  4. મતદાર માહિતી સ્લિપને વધુ મતદાર મૈત્રીપૂર્ણ બનાવવામાં આવશે: મતદારનો સીરીયલ નંબર અને ભાગ નંબર હવે વધુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.
  5. મતદાનના દિવસે મતદાન મથકોની બહાર મોબાઇલ ડિપોઝિટ સુવિધાની જોગવાઈ6.  CEO/DEO/ERO સ્તરે સમગ્ર ભારતમાં સર્વપક્ષીય બેઠકો યોજાઈ. 4,719 બેઠકો યોજાઈ (CEO-40/ DEO-800/ERO-3879); રાજકીય પક્ષોના 28,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો
  6. રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોના વડાઓ – AAP/BJP/BSP/CPI(M)/NPP સાથે ચૂંટણી પંચની બેઠકો
  7. IIIDEM ખાતે  (બિહાર, તામિલનાડુ અને પુડુચેરી) રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો
  8. ચૂંટણી પ્રચાર માટે અંતરના ધોરણોમાં બદલાવ : ઉમેદવારો/રાજકીય પક્ષોને હવે 200 મીટરની જગ્યાએ 100 મીટરથી વધુ દૂર બૂથ બનાવવાની મંજૂરી
  9. નવા ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ – ECINET ની અમલવારી, જેનો ઉદ્દેશ્ય બધા હિસ્સેદારોને એક જ બિંદુ પર બધી સેવાઓ પૂરી પાડવાનો છે (40+ એપ્સ/વેબસાઇટ્સને બદલે માત્ર એક જ એપ)
  10. ડુપ્લિકેટ EPIC નંબરની સમસ્યા ઉકેલાઈ- યુનિક EPIC નંબરો માટે નવી પદ્ધતિ અમલી
  11. મતદાર યાદી તૈયાર કરવાની અને ચૂંટણી યોજવાની સમગ્ર પ્રક્રિયામાં 28 હિતધારકોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મતદારો, ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો, ઉમેદવારો અને અન્યનો સમાવેશ થાય છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950, 1951, મતદારોની નોંધણી નિયમો 1960, ચૂંટણી આચાર નિયમો, 1961 અને ECI દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓના આધારે કરવામાં આવ્યા હતા.
  12. આ દરેક હિસ્સેદારો માટે કમિશનના કાયદા, નિયમો અને સૂચનાઓના આધારે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
  13. ECI અને CEOનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સેલ્સની રાષ્ટ્રીય પરિષદનું આયોજન સંકલનને મજબૂત બનાવવા અને કાનૂની માળખાને પુનઃઉર્જિત કરવા માટે કરવામાં આવ્યું
  14. BLOને સ્ટાન્ડર્ડ ફોટો આઈડી કાર્ડ મળશે16.  IIIDEM, નવી દિલ્હી ખાતે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો:
  • IIIDEM ખાતે 3500 થી વધુ બૂથ લેવલ સુપરવાઇઝર તાલીમ મેળવી છે
  • આગામી 45 દિવસમાં 20 બેચમાં લગભગ 6000 BLO/BLO સુપરવાઇઝર તાલીમ મેળવશે
  • આગામી થોડા વર્ષોમાં 1 લાખથી વધુ BLO સુપરવાઇઝર તાલીમ મેળવશે
  1. IIIDEM ખાતે તમામ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના CEO કાર્યાલયોના મીડિયા અધિકારીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
  2. IIIDEM ખાતે બિહારના પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું
  3. ECI સંકુલમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ20.  ઈ-ઓફિસનું સંચાલન અને અમલીકરણ

21.  તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના CEO સાથે ECI ની નિયમિત બેઠકો અને ECI ના વિવિધ વિભાગો સાથે તેમની કચેરીઓના કાર્યનો સુમેળ સાધવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.