ભંગારમાંથી બનાવાયું ઈલેક્ટ્રિક માલવાહક વાહન
આર કે યુનિવર્સિટીના વર્કશોપમાંથી બન્યું વેસ્ટમાંથી બેસ્ટ
રાજકોટ, અત્યારે જયારે દુનિયા ઈલેકટ્રીક પેસેન્જર વાહનોની બનાવટ અને વપરાશ માટે જઈ રહી છે ત્યારે આર કે યુનિવર્સિટીમાં ૮પટકા ભંગારમાંથી ઈલેકટ્રીક માલવાહક વાહન બનાવવામાં આવ્યું છે. આ વાહનની ભારવહન ક્ષમતા ૪૦૦ કિલો છે. ૪૮ વોટ ઈલેકટ્રીક મોટરથી ચાલતા આ વાહનને પુરી ક્ષમતા સાથે ચલાવતા ૪૦ કિલોમીટર અંતર કાપે છે.
બેટરીને પુરેપુરી ચાર્જ થતા લગભગ સાડા ત્રણ કલાક થાય છે. વાહનના ડિફરન્સીયલ શાફટ સિવાય બધું જ ભંગારમાંથી સંસ્થાના મીકેનીકલ વિભાગના વર્કશોપમાં જ સંપૂર્ણપણે બનાવવામાં આવ્યું છે. જાે આટલી જ કેપેસીટીનું વાહન એન્જીન વડે બનાવવામાં આવે તો એ લગભગ દોઢ લાખમાં બને જયારે આ વાહન ફકત બનાવવામાં આવ્યું છે જે ઈલેકટ્રીક હોવાના લીધે વાતાવરણને દૂષિત કરતું નથી.
આ વાહન બનાવવામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયદીપ ડોડીયા અને સંસ્થાના મીકેનીકલ વિભાગના વડા ડો. ચેતનકુમાર પટેલે જહેમત ઉઠાવી છે એનું સંપૂર્ણ ફેબ્રિકેશન સંસ્થાના જ વર્કશોપમાં થયુ છે. આ માટેની જરૂરી ગ્રાન્ટ સંસ્થાના ઈન્કયુબેશન સેન્ટરમાંથી મળેલી છે.