‘૬ મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ’

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી ૬ મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે.
નીતિન ગડકરીએ ૩૨મા કન્વર્જન્સ ઇન્ડિયા અને ૧૦મા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સ્પોને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.ગડકરીએ કહ્યું કે ૨૧૨ કિલોમીટર લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેનું બાંધકામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે.
આ ઉપરાંત ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની નીતિ આયાત અવેજી, ખર્ચ અસરકારકતા, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઉત્પાદનની છે.કેન્દ્રીય મંત્રી ગડકરીએ વધુમાં કહ્યું કે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે, દેશને તેના માળખાગત ક્ષેત્રને સુધારવાની જરૂર છે.
સારા રસ્તા બનાવીને આપણે આપણા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી શકીએ છીએ.આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાનું ભવિષ્ય ખૂબ સારું છે અને સરકાર સ્માર્ટ શહેરો અને સ્માર્ટ પરિવહન માટે પ્રતિબદ્ધ છે.
અમે ઇલેક્ટ્રિક આધારિત ઝડપી માસ ટ્રાન્સપોર્ટ પર કામ કરી રહ્યા છીએ. ગડકરીએ રસ્તાના બાંધકામનો ખર્ચ ઘટાડવા માટે નવી ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.SS1MS