‘ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેન’ની પરીક્ષાનું પરિણામ જાહેર
Ø પરિણામ ખાતાની વેબસાઇટ પરથી તા. ૦૧/૦૮/૨૦૨૨થી ડાઉનલોડ કરી શકશે
લાયસન્સીંગ બોર્ડ, ગાંધીનગરના સચિવ શ્રી કે.એમ.પટેલે જણાવ્યું હતું કે, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ હેઠળની લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા જુદા કેન્દ્રો ખાતે તા. ૧૫/૦૭/૨૦૨૨ થી ૧૭/૦૫/૨૦૨૨ દરમિયાન ઇલેક્ટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરીની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મૂકવામાં આવ્યું છે.
તમામ ઉમેદવારોએ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUSમાં જઈ તા. ૦૧/૦૮/૨૦૨૨થી ડાઉનલોડ કરી શકશે એમ સચિવશ્રી, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગ ભવન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.