4 મહિનામાં 82 કરોડની વીજ ચોરી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઝડપાઈ
(એજન્સી)રાજકોટ, રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની પીજીવીસીએલની મોટી કાર્યવાહી કરી હતી. અહીં પીજીવીસીએલ ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલએ ચાર મહિનામાં ૮૨ કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી.
પીજીવીસીએલએ એક લાખ ૧૩ હજારથી વધુ વીજ જાેડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી ૨૭ હજાર ૨૫૪ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં ૧૫ કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી.
છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ૪૪ ટીમો કામે લાગી હતી,
આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં ૧૦૮ કનેક્શનમાંથી ૮૩ લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી.
જાેકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ પીજીવીસીએલની ટીમે વીજ ચોરો સામેની આ ઝૂંબેશને યથાવત રાખી છે.બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની પીજીવીસીએલને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે.
એક રિપોર્ટ અનુસાર, અંદાજિત ૧૨૫ કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં ૬૪ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.