ઈલેકટ્રોલ બોન્ડ ગેરબંધારણીયઃ “સુપ્રિમ કોર્ટ એ સુપ્રિમ છે ત્યાં સુધી “ન્યાય” સુપ્રિમ છે”!!

સુપ્રિમ કોર્ટ દ્વારા ઈલેકટ્રોલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ સંજીવભાઈ ખન્ના, જસ્ટીસ બી. આર ગવાઈ, જસ્ટીસ મનોજભાઈ મિશ્રાએ ભારતીય સ્ટેટ બેંકના બોન્ડ ડેટા જાહેર કરવાનો આપેલો ઐતિહાસિક ચૂકાદો ?!
“ભારતીય સુપ્રિમ કોર્ટને ભગવાન બચાવે” – ન્યાયાધીશ ફલી નરીમાન !! વકીલો સુપ્રિમ કોર્ટની સ્વતંત્રતા ન છીનવાઈ જાય તે માટે જાગૃત રહે !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! જયારે ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે !! બીજી તસ્વીર જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના, જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ, જસ્ટીસ શ્રી મનોજભાઈ મિશ્રાની છે !! જેમણે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલી ઈલેકટ્રોલ બોન્ડની યોજનાને ગેરબંધારણીય ઠરાવી રદબાતલ જાહેર કરી છે
અને સુપ્રિમ કોર્ટે બંધારણના અનુચ્છેદની કલમ-૧૯(૧-એ) હેઠળ અભિવ્યક્તિને સ્વતંત્રતા અને માહિતી અધિકારના ઉલ્લંઘન તરીકે લેખાવી રાજકીય અનુદાનમાં પારદર્શિતા લાવવા ૬ માર્ચ સુધીમાં ૧૨મે ૨૦૧૮ થી લઈને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના ગાળા દરમ્યાન કથિત રૂ. ૨૨,૨૧૭ કરોડ જાહેર કરાયેલા ચૂંટણી બોન્ડની વિગત જાહેર કરવાની હતી !! પરંતુ ભારતીય સ્ટેટ બેંકે ઈલેકટ્રોલ બોન્ડનો ડેટા ભેગો કરી જોડવાની હોવાથી ૩૦ જુન સુધીનો સમય માંગતા સુપ્રિમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે ૨૬ દિવસમાં તમે શું કર્યુ ?! પંચ આ ડેટા ૧૫ મી માર્ચે ૫.૦૦ વાગ્યા સુધીમાં પ્રકાશિત કરે એવો પણ આદેશ આપ્યો છે !!
ભારતના બંધારણે સુપ્રિમ કોર્ટને તથા હાઈકોર્ટાેને ખાસ સત્તાઓ આપી છે અને દેશનું બંધારણ એ લોકોની આઝાદીનો આત્મા છે અને સુપ્રિમ કોર્ટે દેશના બંધારણનું રખેવાળ છે અને દેશમાં લોકશાહી સિધ્ધાંતોને જીવંત રાખવાની જવાબદારી લોકશાહીમાં લોકો પર છે અને ન્યાયતંત્ર પર છે પણ લોકો જયારે ઉદાસીન બને છે ત્યારે દેશની સુપ્રિમ કોર્ટે વધુ સક્રીય ભૂમિકા અદા કરવી પડે છે આ કેસ તેનું ઉત્તમ ઉદાહરણ છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
૨૦૧૮ માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ઈલેકટ્રોલ બોન્ડ પ્રથાને સુપ્રિમ કોર્ટે બંધારણના અનુચ્છેદ-૧૯(૧-એ) હેઠળ અભિવ્યક્તિની આઝાદી અને માહિતી અધિકારનું ઉલ્લંઘન ગણાવી ભારતીય સ્ટેટ બેંકને ૬ જુન સુધીમાં ડેટા ચૂંટણી પંચને મોકલી આપવા હુકમ કર્યા છતાં બેંકે ૩૦ જુન સુધીનો સમય માંગતા સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે ભારતીય સ્ટેટ બેંકને કેમ ઝાટકી ?!
અમેરિકાની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી જહોન માર્સલ તેમજ જસ્ટીસ શ્રી એલેકઝાંડર હેમિલ્ટને કહ્યું છે કે, “અદાલતી સમીક્ષા બંધારણના ‘આત્મા’ સાથે સુસંગત છે તેમજ જે રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે તેના સંદર્ભમાં વિચારવાથી જણાય છે કે તેના સિવાય ચાલી શકે તેમ નથી”!! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી સીક્રીએ કહ્યું છે કે, “બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા પ્રકાશના દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”!!
માટે તો જયાં સુધી ભરતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો નિડર, નિષ્પક્ષ, સ્વતંત્ર, મૂલ્યનિષ્ઠ અને સક્ષમ છે. ત્યાં સુધી જ ભારતના લોકોની “આઝાદી”, “લોકશાહી” તથા “માનવ અધિકારો” સલામત છે !! જે દિવસે ભારતના “ન્યાય મંદિર” માંથી “મહાન, વિચારશીલ અને બાંહોશ ન્યાયાધીશો ચાલ્યા ગયા પછી દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાંથી દરેક વ્યવસ્થામાંથી “આત્મા” ચાલ્યો જશે

અને પ્રતિકાત્મક ખંડેરો ઉભા રહેશે”!! માટે તો સુપ્રિમ કોર્ટના વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી ફલી નરીમાને પુસ્તક લખ્યું છે કે, “સુપ્રિમ કોર્ટને ભગવાન બચાવે”!! પરંતુ ઈલેકટ્રોલ બોન્ડ સામે સુપ્રિમ કાર્ટનું વલણ ન્યાય ધર્મ બચાવવાનું જરૂર છે !!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું હતું કે, “આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ છતાં નિરાશા સાથે કહેવું પડે છે કે, આપણે હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને અપાયેલી ભૂમિકાઓ અને જવાબદારીઓનું પૂર્ણ સન્માન કરતા શિખ્યા નથી”!! ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી.વાય. ચંદ્રચુડના વડપણ હેઠળની બેન્ચના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા,
જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના, જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ, જસ્ટીસ શ્રી મનોજભાઈ મિશ્રાની બંધારણીય બેન્ચે ઈલેકટ્રોલ બોન્ડને ગેરબંધારણીય ઠરાવતા ઐતિહાસિક ચૂકાદાથી રાજકીય નેતાઓ હચમચી ગયા છે !! અને તમામ માહિતી ચૂંટણી પંચ ૧૩ માર્ચ સુધીમાં પોતાની વેબસાઈટ ઉપર જાહેર કરે તેવા આદેશ પછી આ મુદ્દો કાયદાશાસ્ત્રીઓમાં ટોક ઓફ ધી બાર બન્યો હતો !!
સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચના આદેશ પછી અભૂતપૂર્વ રાજકીય ખળભળાટ મચી ગયો છે !! ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઈલેકટ્રોલ બોન્ડન ચુકાદા પર પોતાનો પ્રત્યાઘાત આપતા કહ્યું હતું કે, “આજના યુગમાં જો સુદામા ભગવાન શ્રી કૃષ્ણને ચોખાની એક પાટલી આપે તો એનો વિડીયો બની જાય અને સુપ્રિમ કોર્ટમાં પી.આઈ.એલ. થઈ જાત ને ચુકાદાઓ આવ્યો હોત કે ભગવાન શ્રી કૃષ્ણને ભ્રષ્ટાચારમાં કાંઈક દેવાયું ભગવાન શ્રી કૃષ્ણ ભ્રષ્ટાચર કરે છે”!!
આ ટકોર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના સંભાલામાં આવેલા કÂલ્કધામ ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યા પછી કહ્યું હતું !! ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું !! રાજકારણ રાજકારણની જગ્યાએ છે તેની અસર સુપ્રિમ કોર્ટન આદેશ પર થઈ નથી !!
૧૦ એપ્રિલ ૨૦૧૯ થી લઈને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં એક માહિતી મુજબ રૂ. ૧૬૫૧૮.૧૧ કરોડથી વધુ ઈલેકટ્રોલ બોન્ડ વેચાયા છે તેની માહિતીનો ડેટા છે. પરંતુ ભારતીય સ્ટેટ બેંક પાસે ચૂંટણી પંચને આપવા માટેનો ડેટા નથી એવું જણાવતા સુપ્રિમ કોર્ટમાં જાણીતા એડવોકેટ પ્રશાંત ભુષણે એસ.બી.આઈ. સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માંગણી કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો !! (આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.)