Western Times News

Gujarati News

હવે ઈલેકટ્રોનિક નાક દ્વારા ફેફસાં લિવર અને કોલોન કેન્સરની ઓળખ થશે

અત્યાર સુધી તમે બ્લડ યુરીન કે મળના પરીક્ષણ દ્વારા બીમારીની ઓળખ અંગે સાંભળ્યું હશે પરંતુ હવે ઈલેકટ્રોનિક નોઝ દ્વારા લીવર, ફેફસાં અને કોલોન કેન્સર જેવી બીમારીઓની ઓળખ થઈ શકે છે. બીમારીઓની તપાસ કરવા માટે આ નાકને માસ્કની જેમ નાક ઉપર લગાવવાનું રહેશે જેનાથી થોડા સમયમાં બીમારીની ઓળખ થઈ જશે. Electronic noses that can sniff out disease: Inside the lab of a British firm that may transform the future of healthcare

આને તૈયાર કરનાર યુકેની બાયોટેક કંપની આઉલસ્ટોન મેડીકલનું કહેવું છે. કે, ઈલેકટ્રોનિક નોઝ ઈ-નોઝ ની મદદથી કોવિડની ઓળખ કરી શકાય તે દિશામાં પણ રીસર્ચ ચાલી રહયું છે. ઈ-નોઝથી દર્દીની તપાસ કરવી બહુ સહેલી બની જશે સાથે તેનાથી સમયની પણ બચત થશે.

આ ઈ-નોઝ દર્દીના શ્વાસમાંથી બીમારીની ગંધને ઓળખીને રોગની ઓળખ કરે છે. વૈજ્ઞાનીકોનું કહેવું છે. કે જયારે વ્યકિત શ્વાસ છોડે છે. તો તેમાં ૩પ૦૦થી વધારે વોલાટાઈન ઓર્ગેનીક કમ્પાઉન્ડસ હોય છે. તેમાં ગેસના ખુબ જ નાના કણ અને માઈક્રોસ્કોપીક ડ્રોપલેટસ હોય છે.

ઈ-નોઝ વોલાટાઈલ ઓર્ગેનીક કંમ્પાઉન્ડમાં રહેલા કેમીકલની તપાસ કરી બીમારીની ઓળખ કરે છે. સૌથી પહેલા આવું કંઈક કરી શકાય તેવો વિચાર ૧૯૭૦માં આવ્યો હતો. ત્યારબાદ વૈજ્ઞાનીકોને આ ડિવાઈસ બનાવવામાં પ૧ વર્ષ લાગ્યા હતા. હાલ દુનિયાના ઘણા દેશોમાં પ૧ વર્ષ લાગ્યા હતા. હાલ દુનિયાના ઘણા દેશોમાં આનું ટ્રાયલ ચાલી રહયું છે.

જેમાં યુકેમાં સામે આવેલા પરીણામો બહુ અસરકારક છે. વૈજ્ઞાનીકો દ્વારા એવીપ ણ કોશીશ કરવામાં આવી છે. કે કે ડિવાઈ દર્દીએ પણ જણાવી શકે છે. કે બીમારીના હિસાબથી દ્વારા માટે કઈ દવા સારી રહેશે. આ ટેકનોલોજી દુનિયાભરમાં ઘણા દેશોમાં શ્વાસ સંબંધી ટેકનીકલ ટ્રાયલ ચાલી રહયું છે. જેમાં કેન્સર સાથે સંકળાયેલ ટ્રાયલ પણ સામેલ છે. ટ્રાયલનું લક્ષ્ય કેન્સરની સમયથી પહેલા ઓળખ કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.