Western Times News

Gujarati News

૧૦ દિવસ સુધી એલિઝાબેથના પાર્થિવ શરીરને દફનાવવામાં નહીં આવે

એલિઝાબેથ દ્વિતિયનું ૯૬ વર્ષની ઉંમરે નિધન

મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમને દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ સહિત લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે

લંડન,બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ૯૬ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે લગભગ ૭૦ વર્ષ સુધી રાજ કર્યું. તેમણે સ્કોટલેન્ડના બાલમોરા કેસલમાં છેલ્લા શ્વાસ લીધા. અહીં તેઓ સમરબ્રેક માટે આવ્યા હતા. એલિઝાબેથ ૧૯૫૨માં તેમના પિતા જ્યોર્જ ષષ્ટમના મોત બાદ મહારાણી બન્યા હતા.

ત્યારે તેમની ઉંમર માત્ર ૨૫ વર્ષ હતી. ૨૧ એપ્રિલ ૧૯૨૬ના રોજ ક્વીન એલિઝાબેથ દ્વિતિયનો જન્મ થયો હતો. તે સમયે બ્રિટનમાં કિંગ જ્યોર્જ (પાંચમા)નું રાજ હતું. એલિઝાબેથનું આખુ નામ એલિઝાબેથ એલ્ક્ઝેન્ડરા મેરી વિન્ડસર હતું.

કોઈ પણ બ્રિટિશ શાસકના સૌથી લાંબા સમય સુધી રાજ કરવાનો રેકોર્ડ તેમના નામે છે. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમને દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ સહિત લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

તેમના પાર્થિવ શરીરને આગામી ૧૦ દિવસ સુધી દફન કરવામાં આવશે. નહીં. જાણો ક્વિન એલિઝાબેથના અંતિમ સંસ્કારનો સંપૂર્ણ કાર્યક્રમ. પીએમ મોદીએ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર શોક વ્યક્ત કર્યો.

તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિયને આપણા સમયના એક દિગ્ગજ તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું. તેમણે જાહેર જીવનમાં ગરિમા અને શાલિનતાનો પરિચય આપ્યો.

તેમના નિધનથી હું શોકગ્રસ્ત છું. તેમણે કહ્યું કે ૨૦૧૫ અને ૨૦૧૮માં મારા યુકે પ્રવાસ દરમિયાન મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મારી યાદગાર બેઠકો થઈ હતી. એક બેઠકમાં તેમણે મને તેમના લગ્ન દરમિયાન મહાત્મા ગાંધીએ ભેટમાં આપેલો રૂમાલ દેખાડ્યો હતો.

મહારાણી એલિઝાબેથે ૭૦ વર્ષ સુધી શાસન કર્યું. તેમના શાસનકાળમાં બ્રિટનને ૧૫ પ્રધાનમંત્રી મળ્યા. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સ બ્રિટનના નવા રાજા બન્યા છે. એલિઝાબેથ દ્વિતિય માત્ર બ્રિટનના જ નહીં પરંતુ અન્ય ૧૪ દેશના પણ મહારાણી હતા.

શાહી પરિવારના જણાવ્યાં મુજબ મહારાણી episodic mobility ની સમસ્યાથી પીડાતા હતા. જેમાં તેમને ઊભા થવામાં અને ચાલવામાં પરેશાની થતી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતિયને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના પણ થયો હતો.

ગુરુવારે તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેઓ ડોક્ટરની નિગરાણી હેઠળ હતા. ૧૯૪૭માં એલિઝાબેથ દ્વિતિયએ એડિનબર્ગના ડ્યૂક ફિલિપ સાથે લગ્ન કર્યા હતા. ડેનમાર્ક અને ગ્રીસના રાજકુમાર પ્રિન્સ ફિલિપનો જન્મ ૧૯૨૧માં થયો હતો અને તેમણે દ્વિતિય વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીમાં સેવા આપી હતી.

૨૦૧૭માં તેઓ પોતાના શાહી કર્તવ્યોમાંથી સેવાનિવૃત્ત થયા. તેમનું નિધન ૨૦૨૧માં થયું હતું. બંનેના ચાર બાળકો થયા. ચાર્લ્સ, એની, એન્ડ્રયૂ અને એડવર્ડ. હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સ (ઉંમર ૭૩ વર્ષ) બ્રિટનના રાજા બન્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.