એલિસબ્રિજ ખાતે કન્યા શાળામાં જાગૃતિ કાર્યક્રમ સાથે બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી
અમદાવાદ જિલ્લો: નારી વંદન સપ્તાહ
રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી તા. 1થી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહી છે. 2જી ઓગસ્ટ, બેટી બચાવો, બેટી પઢાવો દિવસ નિમિત્તે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લાની વિવિધ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના એલિસબ્રિજ, સંન્યાસ આશ્રમ ખાતે આવેલ સરકારી ક્ન્યા છાત્રાલયમાં મહિલા સુરક્ષાના વિવિધ પ્રકલ્પો તથા મહિલા કલ્યાણની વિવિધ યોજના અંગે માહિતી આપતા જાગૃતિ સેમિનારનું આયોજન કરાવવા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીના ફિલ્ડ ઓફિસર શ્રી ઉર્વશીબહેન અને મદદનીશ સમાજ ક્લ્યાણ અધિકારી શ્રી કોમલબહેન ચેતરીયા તેમજ PBSCના મિત્તલબહેન ગોલાણી દ્વારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.