Western Times News

Gujarati News

એલનાઝને દર મહિને બધાં પાસવર્ડ બદલવા પડે છે

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ એલનાઝ નોરોઝી સાઇબર ક્રાઇમનો ભોગ બની છે. જાન્યુઆરી મહિનામાં તેના પર એક ઇમેલ આવ્યો હતો. આ ઘટના પછી તે એટલી ડરી ગઈ છે કે આજે પણ કોઈ ઇમેલ ખોલતાં તેને ડર લાગે છે.સેક્રેડ ગેમ્સથી જાણીતી થયેલી એક્ટ્રેસ એલનાઝે કહ્યું,“૧૮ જાન્યુઆરીએ મને એક અજાણ્યો ઇમેલ મળ્યો હતો.

સામાન્ય રીતે આપણે આવા ઇમેલ ખોલતા નથી. પરંતુ આ ઇમેલના સબજેક્ટમાં મારો પાસવર્ડ લખેલો હતો એટલે ઉસ્તુકતામાં અંદર શું છે એ જોવા મેં એ ઇમેલ ખોલી નાખ્યો. તેમાં મને મારી અંગત તસવીરો એટેચ કરેલી દેખાઈ. સાથે એક મેસેજ પણ લખેલો હતો, “મારી પાસે તારી તસવીરો છે, જો એ ઓનલાઇન પોસ્ટ થાય એવું ન ઇચ્છતા હોય તો મને બની શકે એટલો જલદી જવાબ આપો.

જો નહીં આપો તો આગળના ઇમેલમાં ઓનલાઇન પોસ્ટ થયેલી તસવીરોની લિંક હશે.””તેથી એલનાઝે તાત્કાલિક સાઇબર સેલનો સંપર્ક કર્યાે. તેની તપાસમાં જાણવા મળ્યું કે સ્વિત્ઝરલૅન્ડના કોઈ સર્વરમાંથી આ મેઇલ મોકલાયો હતો.

એલનાઝે કહ્યું,“તરત જ પ્રતિસાદ મળ્યો અને તેમણે બે જ દિવસમાં કામ પણ કરી દીધું, આ એવું સર્વર હતું જેમાં તેનો ઉપયોગ કરતા માણસની માહિતી મળતી નથી. મતલબ કે આ ગુના સાથે સંકળાયેલો માણસ જાણતો હતો કે તે પકડાવાથી કઈ રીતે બચી શકે છે.

અમને એ કોણે મોકલ્યો એ તો ખ્યાલ ન આવ્યો પણ સાઇબર ક્રાઇમે એ વ્યક્તિનું અકાઉન્ટ ટર્મિનેટ કરી નાખ્યું છે. મને ડર છે કે એ વ્યક્તિ ફરી નવું અકાઉન્ટ બનાવીને મારો સંપર્ક કરશે.”સાઇબરક્રાઇમની તપાસ દરમિયાન એલનાઝને પૂછાયું કે તેણે કોઈ અજાણઈ લિંક તો ક્લિક નથી કરીને, તેમાં એલનાઝે કહ્યું,“મને યાદ આવ્યું કે મેં એક અજાણી લિંક પર એક ફોર્મ ભર્યું હતું.

તેથી સાઇબર ક્રાઇમની ટીમ મારા ઘેર આવી અને મને મારી સીસ્ટમનું બેક અપ લેવા કહ્યું, પછી મારા સાધનો ફોર્મેટ કરી દીધાં. હવે મેં મારા બધાં જ પાસવર્ડ બદલી નાખ્યા છે અને હું દર મહિને તે બદલતી રહું છું. હું નિયમિત રીતે સાઇબર ક્રાઇમની ટીમના સંપર્કમાં રહું છું.

તેમણે મને કોઈ પણ શંકાસ્પદ ઇમેલ કે મેસેજ આવે તો તેમને જાણ કરવા જણાવ્યું છે.”આ ઘટનાથી એલનાઝ માનસિક રીતે ડરી ગઈ છે અને તેણે કહ્યું,“હવે મને મારા કામના ઇમેલ કે સોશિયલ મીડિયા ખોલવામાં પણ ડર લાગે છે. મને ડર છે કે એ ગુનેગારે મારી તસવીરો ઓનલાઇમ પોસ્ટ કરી હશે. હું ચિંતામાં ઉંઘું છું અને ચિંતામાં જાગું છું. મનને શાંત કરવા માટે મારે થેરાપી લેવી પડી હતી.

મને લાગે છે કે મારી પ્રાઇવસી ખતમ થઈ ગઈ છે. એવું લાગે છે કે જાણે કોઈ સતત મારા પર નજર રાખી રહ્યું છે અને હું સતત ડર વચ્ચે જીવું છું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.