વિવાદમાં ફસાયા એલોન મસ્ક
નવી દિલ્હી, સ્પેસએક્સના સીઈઓ અને અમેરિકન ટેક અબજોપતિ ઈલોન મસ્ક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તેની એક ઈન્ટર્ન સહિત બે મહિલા કર્મચારીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેમાંથી એકને તેના બાળકને જન્મ આપવાની વિનંતી કરી હતી.
વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્કે તેની બે કંપનીઓ – સ્પેસએક્સ અને ટેસ્લામાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે મહિલા કર્મચારીઓ કામ કરવામાં અસ્વસ્થતા અનુભવે છે.એલોન મસ્ક વિવાદો સાથે લાંબા સમયથી સંકળાયેલા છે.
ઉદાહરણ તરીકે, આ પહેલીવાર નથી કે જ્યારે તે ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો હોય. અગાઉ તેમના વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓફિસમાં અને બોર્ડના સભ્યો સાથે કામ કરતી વખતે તેઓ સતત એલએસડી, કોકેન, એક્સ્ટસી, મશરૂમ્સ અને કેટામાઇન જેવી દવાઓના પ્રભાવ હેઠળ હતા.
સ્પેસએક્સના ચીફ પર અગાઉ ઓફિસમાં આવી વર્ક કલ્ચર બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જ્યાં મહિલાઓ વિશે ટિપ્પણી કરવી સામાન્ય હતી, મહિલાઓને પુરૂષો કરતાં ઓછો પગાર મળતો હતો અને જો કોઈ કર્મચારી ફરિયાદ કરે તો પણ તેમને નોકરી ગુમાવવી પડતી હતી.
તેણીની ફરિયાદમાં, એક ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યાે હતો કે મસ્કએ ઓફિસમાં એક લૈંગિક સંસ્કૃતિ જાળવી રાખી હતી, જ્યાં મહિલાઓ સામે જાતીય ટિપ્પણીઓ અને અન્ય પ્રકારના ઉત્પીડનની અવગણના કરવામાં આવી હતી.તેના અહેવાલમાં, વોલ સ્ટ્રીટ જર્નલે ટેસ્લાના ભૂતપૂર્વ કર્મચારીને ટાંકીને દાવો કર્યાે છે કે મસ્ક તેને વધુ પડતું ધ્યાન આપતો હતો.
સ્પેસએક્સના એક ફ્લાઇટ એટેન્ડન્ટે આરોપ લગાવ્યો હતો કે મસ્કે પોતાની જાતને તેની સામે એવી રીતે ઉજાગર કરી હતી કે તેણે તેને ‘જાતીય સંબંધો’ના બદલામાં ઘોડો ખરીદવાની ઓફર કરી હતી.
રિપોર્ટ અનુસાર, ૨૦૧૩માં સ્પેસએક્સ છોડનાર મહિલા કર્મચારીએ દાવો કર્યાે હતો કે એલોન મસ્કે તેને તેના બાળકને જન્મ આપવા માટે વિનંતી કરી હતી.
મસ્ક આટલેથી ન અટક્યા, મહિલા કાર્યકરના જણાવ્યા અનુસાર, તેણે કહ્યું, “વિશ્વમાં વસ્તી ઘટાડાની કટોકટી છે અને ઉચ્ચ આઈક્યુ ધરાવતા લોકોને બાળકો હોવા જોઈએ.” રિપોર્ટ અનુસાર, તેણે સ્પેસએક્સમાં કામ કરતી એક મહિલાને રાત્રે તેના ઘરે આવવા માટે વારંવાર અપીલ કરી હતી.SS1MS