એલન મસ્કે ૬ લાખ ખર્ચ કરીને પહેર્યા એવા કપડાં જેને તમે મફતમાં પણ નહીં લો
નવી દિલ્હી, જ્યારથી એલન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી તે અગાઉથી જ તેઓ સતત ચર્ચામાં રહે છે. ટ્વીટરના નવા બોસ બન્યા બાદ તેઓ કડક ર્નિણયોને લઇને તો સમાચારમાં છે જ આ સાથે જ ટ્વીટરના વર્ષો જૂના કર્મચારીઓને અઠવાડિયામાં સાત દિવસ અને ૧૨ કલાકની શિફ્ટનો નિર્દેશ આપીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે.
ટ્વીટરના ઇન્ટર્નલ સર્ક્યુલરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જાે કોઇ કર્મચારી આ નિયમોનું પાલન નહીં કરો તો તેઓને જાેબ પરથી કાઢી મુકવામાં આવશે. કર્મચારીઓના ઓવરટાઇમ, શિફ્ટ ટાઇમિંગ, વધારે વેતન અને જાેબ સિક્યોરિટીને લઇને હજુ સુધી સોશિયલ મીડિયામાં ચર્ચા ઓછી નથી થઇ, ત્યાં એલન મસ્કની એવી તસવીર વાયરલ થઇ રહી છે જે જાેઇને તમે વિચારમાં પડી જશો.
આ વિચિત્ર ડ્રેસની તસવીરો જ નહીં પણ તેની કિંમત જાણીને પણ તમે આશ્ચર્યમાં પડી જશો. ટ્વીટર ખરીદ્યા બાદ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા એલન મસ્કની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં તેની મમ્મી સાથે એકદમ અલગ જ અવતારમાં જાેવા મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલનની આ તસવીરો હેલોવિન પાર્ટીની છે, જેને અટેન્ડ કરવા માટે તેઓ એક બે નહીં પણ ૬ લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. આ પાર્ટી માટે ટ્વીટરના નવા બોસે લેધર કોશ્ચ્યુમ પહેર્યો હતો, જે દેખાવમાં યૂનિક તો હતો પણ એલને પોતાના લૂકને ડિફાઇન કરવામાં જરાય મહેનત નથી કરી.
હેલોવિન પાર્ટી પર પોતાને એકદમ અલગ લૂક આપવા માટે Elon Muskએ બ્લડ રેડ કલરનો લેધર સૂટ પહેર્યો હતો, જે માર્વેલ આઉટફિટની માફક લાગી રહ્યો હતો. આઆઉટફિટને અમેરિકા ગોટ ટેલેન્ટના જજ, મોડલ અને ફેશન ડિઝાઇર હૈદી ક્લૂમએ ડિઝાઇન કર્યો હતો, જેની કિંમત ૭,૫૦૦ અમેરિકન ડોલર એટલે કે, ઇજ ૬૧૯,૬૩૩ રૂપિયા છે.
જાે કે, યૂઝર્સ એ સમજી નથી શકતા કે એલનના હેલોવિન કોસ્ચ્યુમને શું આપે, તેથી કેટલાંક તેઓને માર્વેલ સુપરહિરો કહી રહ્યા છે તો કોઇએ તેમની સરખામણી આયર્ન મેન સાથે કરી છે.
હેલોવિન પાર્ટીમાં એલન મસ્ક જ નહીં પણ તેમની મમ્મી મેય મસ્ક પણ કિલર લાગી રહી હતી. મેય મસ્કે આ ઇવેન્ટ દરમિયાન લેધર મેડ બ્લેક કલરનો લોન્ગ કોટ અને સરખા કલરના બૂટ્સ પહેર્યો હતા. ૭૪ વર્ષની ઉંમરે પણ મેયનો કોન્ફિડન્ટ જાેવાલાયક હતો.SS1MS