એલન મસ્કના શિરેથી વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ છીનવાયો

બર્નોર્ડ આર્નોલ્સ મસ્કના સ્થાને નંબર વન રિચેસ્ટ વ્યક્તિ બન્યા
વોશિંગ્ટન, ટિ્વટર, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાનો તાજ ગુમાવ્યો છે. વિશ્વના અબજાેપતિઓની સંપત્તિ પર નજર રાખતી સંસ્થા ફોર્બ્સ અનુસાર એળન મસ્ક થોડા સમય માટે પોતાનો નંબર વનનો તાજ ગુમાવી ચૂક્યા છે. લક્ઝરી પર્સ બનાવતી કંપની લુઈસ વિટનની પેરન્ટ કંપની એલવીએમએચના માલિક બર્નોર્ડે આર્નોલ્ટ એલન મસ્કના સ્થાને નંબર વન અમીર વ્યક્તિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે મસ્ક દ્વારા ટિ્વટર ખરીદવાની જાહેરાત બાદથી ટેસ્લાના શેર સતત ઘટી રહ્યા છે. મસ્કે ઓક્ટોબર-૨૦૨૨માં ૪૪ બિલિયન ડોલરમાં ટિ્વટર ખરીધું હતું.
ઉલ્લેખનીય છે કે બર્નોર્ડે આર્નોલ્ટ ૧૮૫.૫ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા, પરંતુ નોંધનીય વાત એ છે કે એલન મસ્કની કુલ વ્યક્તિગત સંપત્તિ ૧૮૫.૭ અબજ ડોલર છે, જાેકે મસ્કની કંપનીના શેર ગગડતાં તેની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર-૨૦૨૧માં મસ્ક તે સમયના સૌથી ધનિક વ્યક્તિ અને ઈ-કોમર્સ કંપનીના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીેને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં એલન મસ્કની સંપત્તિ ૨૦૦ અબજ ડોલરથી વધુ હતી, પરંતુ આ વર્ષે ટેસ્લાના શેરમાં સતત ઘટાડાથી તે બે વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગઈ છે.
કોરોનાકાળની અસર ઓછી થઈ ત્યારથી કંપની વિવિધ પડકારોનો સામનો કરી રહી છે. આ સાથે જ મસ્કના ટિ્વટરને ખરીદવાના નિર્ણયથી તેના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. ચીનમાં લોકડાઉનના કારણ ટેસ્લાના ભારે નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.