એલન મસ્કની કંપની એક્સનો ભારત સરકાર સામે કેસ

નવી દિલ્હી, અમેરિકાના અબજપતિ એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની ‘ઠ’ એ કન્ટેન્ટને બ્લોક કરવા માટે આઇટી ધારાનો કથિત દુરુપયોગ કરવા બદલ કર્ણાટક હાઇકોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ ગુરુવારે કેસ દાખલ કર્યાે હતો. માઇક્રો-બ્લોગિંગ સાઇટે કન્ટેન્ટ પર સરકારના ગેરકાયદે નિયમન અને આપખુદ સેન્સરશીપને પડકારી છે.
કંપનીએ સરકાર દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટના અર્થઘટન અને ખાસ કરીને કલમ ૭૯ (૩) (બી)ના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરીને દાવો કર્યાે છે તેનાથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન થાય છે અને ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પડે છે.
કાનૂની દાવામાં આરોપ મૂકાયો છે કે સરકાર સમાંતર કન્ટેન્ટ બ્લોકિંગ સિસ્ટમ ઊભી કરવા માટે આ કલમનો ઉપયોગ કરે છે અને કલમ ૬૯એમાં દર્શાવેલ માળખાગત કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે.
કંપનીએ કોર્ટમાં દાવો કર્યાે છે કે સરકારનો અભિગમ શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના ૨૦૧૫ના ચુકાદાથી વિરુદ્ધ છે. ચુકાદામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું કે ઓનલાઇન સામગ્રીને ફક્ત યોગ્ય ન્યાયિક પ્રક્રિયા દ્વારા અથવા કલમ ૬૯એ હેઠળ કાયદેસર રીતે વ્યાખ્યાયિત માર્ગ દ્વારા જ બ્લોક કરી શકાય છે.
આ જોગવાઈ સરકારને સામગ્રી બ્લોક કરવાની સ્વતંત્ર સત્તા આપતી નથી. યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર મનસ્વી સેન્સરશીપ લાદવા માટે સરકાર કાયદાનો દુરુપયોગ કરી છે.
આઇટી એક્ટની કલમ ૬૯છ હેઠળ સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા સાર્વભૌમત્વની ચિંતાઓ વ્યક્ત કરીને ઓનલાઇન સામગ્રી દૂર કરવાનો કંપનીઓને આદેશ આપી શકે છે, તેથી કંપનીઓએ કાનૂની રીતે સરકારના આદેશનું પાલન કરવું પડે છે. સોશિયલ મીડિયા કંપનીઓ આઇટી એક્ટની કલમ ૭૯ (૩) (બી)અંગે ફરિયાદ કરે છે કારણ કે તે કાનૂની અનિશ્ચિતતા ઊભી કરે છે.
કોઇ કન્ટેન્ટ કાયદેસર છે કે નહીં તે સ્પષ્ટ ન હોય તો પણ કંપનીઓને તે દૂર કરવાની ફરજ પડે છે. કલમ ૭૯ (૩) (બી)અસ્પષ્ટ છે તેનાથી કંપનીઓ સામે કોર્ટ કેસો થાય છે. તેનાથી વધુ પડતી સેન્સરશીપ ઊભી થાય છે અને વાણી સ્વતંત્રતાનું દમન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સરકારના સહયોગ પોર્ટલની કાયદેસરને પણ પડકારી છે.SS1MS