એલોન મસ્કના પિતાએ સાવકી પુત્રીથી બાળકને જન્મ આપ્યો
એરોલ મસ્કે ઈન્ટરવ્યુમાં સ્વીકાર કર્યો કે તેમણે એલોનની સાવકી બહેન જાના સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા
પ્રિટોરિયા, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક, એલોન મસ્કના ૭૬ વર્ષીય પિતા એરોલ મસ્કે ચોંકાવનારો મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ કે તેમના પોતાની ૩૫ વર્ષીય સાવકી પુત્રી જાના સાથે સંબંધ છે અને તેણે ત્રણ વર્ષ પહેલા તેમના બે ગુપ્ત બાળકોને જન્મ આપ્યો છે.
એરોલ મસ્કે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર કર્યો છે કે તેમણે એલોનની સાવકી બહેન જાના સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને વર્ષ ૨૦૧૯માં જાનાએ તેમનુ બીજુ સંતાન એક બાળકીને જન્મ આપ્યો હતો. ૭૬ વર્ષીય દક્ષિણ આફ્રિકી એન્જિનિયર એલોન મસ્કના પિતા એરોલ મસ્કે કહ્યુ, પૃથ્વી પર માત્ર એક જ વસ્તુ છે જેના માટે આપણે પુનરુત્પાદન કરીએ છીએ.
એરોલ મસ્ક અને જાનાના પહેલા સંતાને ૨૦૧૭માં જન્મ લીધો હતો. જાનાએ ત્યારે પોતાના અને એરોલના પહેલા બાળક એક પુત્રને જન્મ આપ્યો હતો.એરોલ અને હીડના બે જૈવિક બાળક, જાના અને એલન મસ્ક છે પરંતુ તેમણે જાનાનો ઉછેર કરવામાં મદદ કરી, જાના માત્ર ૪ વર્ષની હતી જ્યારે એરોલ તેના સાવકા પિતા બન્યા હતા. એરોલે કહ્યુ કે સાંભળીને લાગે છે કે આ વ્યાવહારિક નથી. તે ૩૫ વર્ષની છે અને હુ ૭૬ વર્ષનો છુ.
એરોલે કહ્યુ કે જ્યારે ૨૦૧૭માં એરોલના બાળકોની સાથે જાનાની પહેલી ગર્ભાવસ્થાની જાણ થઈ તો આ વાતે એલોન મસ્કને હચમચાવી દીધા હતા અને તે સમયે એલોન અને તેમના પિતાની વચ્ચે મતભેદ પેદા થઈ ગયા હતા. એલોન મસ્ક હજુ પણ પોતાના પિતાને આ કારણે પસંદ કરતા નથી. તેઓ હજુ પણ આ વિશે થોડુ ડરામણુ અનુભવે છે કેમ કે તે તેમની સાવકી બહેન છે.
જાના એરોલની બીજી પત્ની હાઈડની પુત્રી છે. ૧૯૭૯માં એલોનની માતાએ લગ્ન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે એલોન મસ્કના પિતા એરોલ અને જાનાની માતા ૧૮ વર્ષ સુધી સાથે રહ્યા હતા અને બંનેને ૨ બાળકો પણ થયા હતા પરંતુ પછી એવુ પણ કહેવાય છે તે ડિવોર્સના કારણોમાં એરોલના જાના સાથેના સંબંધ પણ હતા.
જ્યારે એલોન મસ્કને પિતાના જાના સાથે સંબંધ હોવાની જાણ થઈ તો તેઓ ખૂબ પરેશાન થઈ ગયા હતા. એલોને અગાઉ પણ પોતાના પિતાને ખરાબ માણસ ગણાવ્યા હતા. એલોને આ મુદ્દે કહ્યુ હતુ કે તમે જે પણ ખરાબ બાબત વિચારી શકો છો તે તેમના પિતાએ કરી છે. આ સંબંધના કારણે એલોન મસ્કના પરિવારમાં મુસીબત આવી ગઈ છે.