એલોન મસ્ક ટિ્વટર ડીલ કરી ભરાઈ ગયા ! સંપત્તિમાં ૭૦ અબજ ડોલરનો ઘટાડો
(નવી દિલ્હી) ટેકનો વર્લ્ડની દુનિયાની ત્રીજી સૌથી મોટી ટિ્વટર ડીલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે ઘાટાનો સોદો સાબિત થી રહ્યુંછે. ટિ્વટર દિલ કર્યા બાદ સતત તેમની સંપત્તિમાં ઘટાડો જાેવા મળી રહ્યોછે. હાલમાં, મસ્કની નેટ વર્થ ઘટીને ઇં૨૦૦ બિલિયનથી ઓછી થઈ ગઈ છે. માત્ર સાત મહિનામાં ટેસ્લાના ઝ્રઈર્ંની સંપત્તિમાં ઇં૭૦ બિલિયનનો જંગી ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસમાં એલોન મસ્કની સંપત્તિમાં લગભગ ઇં૧૦ બિલિયનનો ઘટાડો થયો છે..
ટિ્વટરની કમાન સંભાળ્યા પછી, એલોન મસ્ક કંપનીમાં અનેક ફેરફાર લાવ્યા છે. હજારો કર્મચારીઓની છટણી બ્લ્યુ ટીક માટે ચાર્જ જેવા અનેક ફેરફાર તેમણે કર્યા છે. જાે કે હાલમાં તેમનીસંપત્તિમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ વર્ષ ૨૦૨૨ના નીચા સ્તરે આવી ગઈ છે.
ટિ્વટર પર તેમનું સંપૂર્ણ ધ્યાન આપવાને કારણે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ખરાબ હાલતમાં છે અને કંપનીના શેર ખરાબ રીતે ઘટી રહ્યા છે. ટેસ્લાના શેરમાં ઘટાડાની સીધી અસર એલોન મસ્કની સંપત્તિ પર પડી છે અને ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તે ઘટીને ૧૯૪.૮ બિલિયન થઈ ગઈ છે.
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્વટર સાથે ડીલની શરૂઆતથી, વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીના શેરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા, હવે આ ઇં ૪૪ બિલિયનની ડીલ ફાઇનલ થયા પછી પણ તે ચાલુ છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્કની સંપત્તિનો મોટો હિસ્સો ટેસ્લામાં તેમની લગભગ ૧૫ ટકા હિસ્સેદારીથી આવે છે, જેની બજાર કિંમત ઇં૬૨૨ બિલિયન છે.
એપ્રિલ ૨૦૨૨માં ટિ્વટર ડીલ શરૂ થઈ ત્યારથી ટેસ્લાનું માર્કેટ કેપિટલાઇઝેશન (ટેસ્લા ઇન્ક. સ્ઝ્રટ્ઠॅ) લગભગ અડધું થઈ ગયું છે, જ્યારે એલોન મસ્કની નેટવર્થમાં ૭૦ બિલિયનનો ઘટાડો થયો છે. ટેસ્લા ઇન્ક.ના શેર છેલ્લા ટ્રેડિંગ દિવસે ઇં૧૯૧.૩૦ ના સ્તરે ૨.૯૩ ટકા ઘટીને બંધ થયા હતા.“એવું લાગે છે કે એલોન મસ્ક તેનો ૧૦૦ ટકા સમય ટિ્વટર પર વિતાવે છે અને તેના માટે વધુ મૂડીની જરૂર પડી શકે છે,” ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ મેનેજમેન્ટના જય હેટફિલ્ડ કહે છે.
ટિ્વટર પર સંપૂર્ણ સમય આપવા અને ટેસ્લા ઇન્કના એક પછી એક શેર વેચવાની અસર શેરધારકોના સેન્ટિમેન્ટ પર પણ પડી છે અને તેઓ પણ બહાર નીકળવા માગે છે. ફરી એકવાર તેમણે શેર વેચ્યા છે, એક સિક્યોરિટીઝ ફાઇલિંગ અનુસાર, ટિ્વટર કંપનીના નવા માલિક એલોન મસ્કએ તાજેતરમાં ટેસ્લાના ૧.૯૫ મિલિયન (૧૯.૫ મિલિયન) શેર વેચ્યા છે.
આ શેરની કિંમત હાલમાં ઇં૩.૯૫ બિલિયન છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો આ કિંમત ૩૨.૫ હજાર કરોડથી વધુ છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે એલોન મસ્કે ટેસ્લા ઇન્કના શેર વેચ્યા હોય. અત્યાર સુધીમાં તેણે કંપનીમાં તેના ઇં૨૦ બિલિયનના શેર વેચ્યા છે. અગાઉ, એપ્રિલ ૨૦૨૨ અને ઓગસ્ટ ૨૦૨૨માં, તેણે ટેસ્લાના શેરમાં કુલ ઇં૧૫.૪ બિલિયનનું વેચાણ કર્યું હતું. જાે કે, પછી તેણે કહ્યું કે ભવિષ્યમાં ટેસ્લાના શેર વેચવાની તેમની કોઈ યોજના નથી. જાે કે, તે પોતાની વાત ન રાખી શક્યો અને ફરી એકવાર ટેસ્લાના શેર વેચી દીધા છે.