ઇએમએ પાર્ટનર્સનો IPO શુક્રવાર, 17 જાન્યુઆરી, 2025નાં રોજ ખૂલશે
- પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 117થી રૂ. 124ના ભાવે પ્રાઇસ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે.
- એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફર સમયગાળો ગુરૂવાર, 16 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલ્યો છે.
- બિડ/ઓફર શુક્રવાર, 17 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને મંગળવાર, 21 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે.
- બિડ્સ લઘુતમ 1000 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- આરએચપી લિંક : https://indorient.in/assets/documents/EMA%20Partners%20India%20Limited_RHP_1736484297.pdf
અમદાવાદ, 16 જાન્યુઆરી, 2025 : ઇએમએ પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 76 કરોડ એકત્ર કરવા માટે સજ્જ છે. આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને 21 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 117-124 વચ્ચે છે. આ ભંડોળનો ઉપયોગ લીડરશીપ ટીમના વિસ્તરણ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, દેવાની ચૂકવણી અને હસ્તાંતરણ માટે કરાશે. EMA PARTNERS INDIA LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON FRIDAY, JANUARY 17, 2025.
આઇપીઓ 53,34,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ છે, જે રૂ. 66.14 કરોડનો છે તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ શ્રી ક્રિષ્ણન સુદર્શન અને શ્રી સુબ્રમણિયમ ક્રિષ્નાપ્રકાશ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર શ્રી શેખર ગણપતિ દ્વારા 7,96,000 ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ (ઓએફએસ) શામેલ છે.
ઇએમએ પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ અગ્રણી એક્ઝિક્યુટિવ સર્ચ કંપની પૈકીની એક છે, જે વિવિધ ક્ષેત્રોના ક્લાયન્ટ્સને કસ્ટમાઇઝ્ડ લીડરશીપ હાયરિંગ સોલ્યુશન્સ ડિલિવર કરે છે. કંપનીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ માટે વિવિધ બિઝનેસ અને કાર્યકારી લીડર્સની નિમણૂંક કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીની કામગીરીમાંથી આવક અને કર પછીનો નફો અનુક્રમે રૂ. 67.29 કરોડ અને રૂ. 14.27 કરોડ હતો.
ઇએમએ પાર્ટનર્સ મુખ્યત્વે ભારત, મિડલ ઇસ્ટ અને સિંગાપોરમાં C-Suite અને બોર્ડ લેવલના હોદ્દા માટે હાયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુંબઈમાં હેડ ક્વાર્ટર ધરાવે છે તથા ચેન્નાઈ, ગુડગાંવ અને બેંગલુરુમાં પણ ઓફિસ ધરાવે છે. ગ્લોબલ ટેલેન્ટ અને ક્લાયન્ટ પૂલનો ઉપયોગ કરવાના હેતુથી, કંપનીએ સપ્ટેમ્બર 2010 માં સિંગાપોરમાં પેટાકંપની ઇએમએ પાર્ટનર્સ સિંગાપોર પીટીઇ લિમિટેડની સ્થાપના કરીને સાઉથ ઇસ્ટ એશિયામાં તેની કામગીરીનો વિસ્તાર કર્યો. ત્યારબાદ કંપનીએ મિડલ ઇસ્ટમાં વૃદ્ધિની તકો જોઈ અને 2 પેટાકંપનીઓ – માર્ચ 2017 માં ઇએમએ પાર્ટનર્સ એક્ઝિક્યુટિવ સર્ચ લિમિટેડ (દુબઈ) અને જુલાઈ 2022 માં જેમ્સ ડગ્લાસ પ્રોફેશ્નલ સર્ચ લિમિટેડ (દુબઈ) ની સ્થાપના કરી હતી.
ઇન્ડોઓરિએન્ટ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓના રજિસ્ટ્રાર છે.