નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ સ્વીઝરલેન્ડના સર્વર પરથી આવ્યો હોવાની શંકા

પ્રતિકાત્મક
ઈમેલમાં સરકાર પાસેથી 500 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ મુક્ત કરવામાં આવે.
મુંબઇ, અમદાવાદમાં વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે તેવો ધમકીભર્યો ઈમેઈલ મુંબઈ પોલીસને મળ્યો છે. જેમાં ગુરૂવારે રાત્રે મળેલા આ ઈમેલમાં મોકલનારએ બદલામાં ભારત સરકાર પાસેથી ૫૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે.
આ ઉપરાંત કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગ કરવામાં આવી છે. હાલ બિશ્નોઈ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ઘણી મેચો યોજાવાની છે. ઈમેલમાં લખ્યું છે કે આતંકવાદી જૂથે હુમલા કરવા માટે પહેલાથી જ પોતાના લોકોને તૈનાત કરી દીધા છે.
હાલમાં અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસમાં આ ઈમેઈલ યુરોપથી મોકલવામાં આવ્યો હોવાનું જણાય છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મેલમાં આપવામાં આવેલી ધમકી પણ નકલી હોવાનું જણાય છે. વિદેશમાં બેઠેલા કોઈની આ તોફાન હોઈ શકે છે. જોકે તમામ ક્રિકેટ મેચોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડ્યે સુરક્ષા વધારી દેવાશે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો દાવો કરી રહી છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની કથિત ધમકી આપવામાં આવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ ઈમેલમાં સરકાર પાસેથી ૫૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે પૈસા ચૂકવવાની સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ મુક્ત કરવામાં આવે. જો આ માંગણીઓ નહીં સંતોષાય તો હુમલાની ચીમકી આપવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ ૨૦૧૪થી જેલમાં છે અને એવું માનવામાં આવે છે કે તે જેલની અંદરથી પોતાની ગેંગ ચલાવે છે. લોરેન્સ વિરૂદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા સહિત અનેક કેસ નોંધાયેલા છે. ગયા વર્ષે લોરેન્સ બિશ્નોઈએ મૂઝવાલા પર હુમલાની જવાબદારી લીધી હતી.