એમ્બ્રોઈડરી મશીનમાં ફસાયેલા કારીગરનું મોત અકસ્માત નહીં હત્યા કરી હોવાનું અનુમાન?

સમલૈંગિક સંબંધનો વીડિયો ડિલિટ નહીં કરતા સાથી કામદારે જ હત્યા કરી મોતને અકસ્માતમાં ખપાવવા મશીનમાં માથુ ફસાવી દીધું
સુરત, સુરતના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઈડરી મશીનમાં માથું ફસાઈ જતાં ફાયરના જવાનોએ મૃતકને બહાર કાઢયો હતો. આ ઘટના ઘટી ત્યારે કારીગરના મોતને આકસ્મિક મોત સમજવામાં આતવું હતું. જો કે, પોલીસ તપાસમાં કારીગરના મોતમાં નવો ઘટસ્ફોટ થયો છે.
કારીગરનું મોત આકસ્મિક ઘટનાના કારણે નહીં પણ સાથી કામદારે ગળું દબાવવાના કારણે થયું હતું. મૃતક અને આરોપી બન્ને વચ્ચે સમલૈંગિક સંબંધના વીડિયો ડિલિટ કરવા બાબતે હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સુરતના કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં રહેતો રપ વર્ષીય કારીગર પરવેઝ આલમ મશીન પર કામ કરતો હતો. તા.૮-ર-ર૦રપની રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો. સવારે જ્યારે અન્ય કારીગરો આવ્યા ત્યારે આ કારીગર મશીનના પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળ્યો હતો.
પોલીસે જ્યારે કારખાનાના માલિકની પૂછપરછ કરી ત્યારે માલિકે જણાવ્યું હતું કે, સવારે મને ઘટનાની જાણ થઈ ત્યારે હું અહીં કારખાને પહોંચ્યો હતો. આ સમયે દાદરની લાઈટ બંધ હતી જે કાયમ માટે ચાલુ રહેતી હોય છે. પોલીસને રજબઅલીની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી હતી. આરોપીની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને કારીગરની હત્યા પોતે કરી હોવાનું કબૂલ્યું હતું.
મૃતકે તેના મોબાઈલ ફોનમાં આરોપી સાથે સમલૈગિંક શરીર સંબંધ બાંધતા હોવાના વીડિયો ઉતાર્યા હતા. રજબઅલીએ વીડિયો ડિલિટ કરવા માટે મૃતક પરવેઝને કહ્યું હતું પરંતે વીડિયો ડિલિટ કરતો ન હતો જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એમાં આરીપીએ પરવેઝ અન્સારીનું ગળું દબાવી હત્યા કરીને મૃતકને લઈ જઈ લોખંડની પટ્ટીમાં તેનું ગળું ભેરવી દીધું હતું અને આકસ્મિક મોત થયું હોવાનું રટણ શરૂ કર્યું હતું.