Western Times News

Gujarati News

Emcure ફાર્માસ્યુટિકલ્સનો IPO 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ, 01 જુલાઈ, 2024 – એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કંપની) બુધવાર, 03 જુલાઈ, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ (ઓફર) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે મંગળવાર, 2 જુલાઈ, 2024ના કામકાજના એક દિવસ પહેલા રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 5 જુલાઈ 2024 રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 960થી રૂ. 1,008 રહેશે. બિડ્સ લઘુતમ 14 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 14 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

કંપની તેના દ્વારા લેવામાં આવેલા બાકીના ઉધારની સંપૂર્ણ કે તેના કેટલાક હિસ્સાની પૂર્વ ચૂકવણી અને/અથવા પુનઃચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂની રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચેલા અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુપાલનમાં એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ની શરતોમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી અને આવો હિસ્સો ક્યુઆઈબી પોર્શન)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે

જેમાં અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60 ટકા સુધી સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) ને ફાળવી શકે છે જે પૈકી કમસે કમ એક તૃત્યાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શન (નેટ ક્યુઆઈબી પોર્શન)માં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીમાં પ્રમાણસર ધોરણે ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ઇશ્યૂના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે પૈકી (એ) આવા પોર્શનનો એક તૃત્યાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રહેશે (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ ભાગ રૂ. 1.00 મિલિયન કરતાં વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે આ બે સબ-કેટેગરીઓમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલા પોર્શનના કિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં અરજીકર્તાને ફાળવી શકાશે. આ ઉપરાંત,

ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (રિટેલ પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂની કિંમતે કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે (એમ્પ્લોઈ ડિસ્કાઉન્ટના નેટ, જો હોય તો). તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ આ ઓફરમાં ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે

અને તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ ઓફરમાં ભાગ લેવા માટે પાત્રતા તરીકે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો  દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (એનએસઈ, બીએસઈની સાથે મળીને સ્ટોક એક્સચેન્જીસ) પર લિસ્ટિંગની યોજના છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે. આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.